ભાવનગર-

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાવનગર SOGની ટીમ ગેરકાયદેસર રાખતા હથિયાર રાખતા લોકોની શોધમાં હતી. ત્યારે મળેલી બાતમીના આધારે ત્રાપજ ચોકડી પાસેથી મહેબૂબ અલી ઉર્ફે મેબલો બરકત અલી ચારણીયાની ધરપકડ કરી હતી. જિલ્લાના તળાજાના ગોપનાથ રોડ પર આવેલા કરીમાબાગ સોસાયટીના ગોલ્ડન પાર્કમાં રહેતા મહેબૂબ અલીને દેશી બનાવટની એક પિસ્તોલ તથા ત્રણ જીવતા કારતુસ સાથે ઝડપી તેના વિરુદ્ધ અલંગ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવારા તત્વો હથિયારોની હેરાફેરી કરીને અરાજકતા ફેલાવવા માગતા હોય છે. અન્ય પ્રદેશમાંથી ગેરકાયદેસર હથિયાર મંગાવીને વેચાણ કરતાં અથવા ગુંડાગીરી કરવા માગતા હોય તેવા આવરાતત્વોને ઝડપી પાડવા ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝુંબેશ શરૂ કરી હતી.