સુરત-

શહેરમા એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વરાછા પોલીસના જણાવ્યા અનુસાર, સુરત આરપીએફને માહિતી મળી હતી કે, ૧ સપ્ટેમ્બરના રોજ બિહારના આરા રેલવે સ્ટેશને ૧૨ પેસેન્જર એવા મળ્યા કે જેઓ અમદાવાદ-મુઝફ્ફરપુર એક્સપ્રેસમાં ત્યાંથી ગુજરાત આવવાના હતા. ખરેખર તેમની ઉંમર ઓછી હોવા છતા તેમના નામે સિનિયર સિટિઝન ક્વોટામાંથી ટિકિટ બોલતી હતી. ૧૨ પૈકી ૬ લોકો સંદીપ મુખિયા, ચીંટુકુમાર, મોહમદ સાકિન, સંજીવકુમાર, મનોજ યાદવ અને વિનોદ મુખિયાએ સુરતના યુઝર આઈડીથી ટિકિટ બનાવી હતી. જે યુઝર આઈડીથી ટિકિટ બની છે તે એજન્સી ભાવેશ નરસિંહ વાડોદરિયા ચલાવે છે.

સરથાણા રોયલ આર્કેડમાં તપાસ કરતા ભાવેશનો ભાઈ અંકિત મળી આવ્યો હતો. અંકિતે પોલીસને જણાવ્યું કે, ટિકિટો તેની એજન્સીના આઈડીથી વિક્રમ જારૂ રાઠોડે તેની એલ.એચ રોડ પરની ઓફિસમાં બનાવી હતી. પોલીસે તપાસ કરતાં ત્યાંથી બીજી ૩૨ ટિકિટો મળી આવી હતી. આરપીએફ સબ ઇન્સ્પેક્ટર કિરણસિંહ હઠિલાએ વરાછા પોલીસમાં ભાવેશ, અંકિત અને વિક્રમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉંમરની ખોટી માહિતી દર્શાવી સિનિયર સિટીઝન ક્વોટામાં રેલવેની ટિકિટ બૂક કરાવી મુઝફ્ફરપુર-અમદાવાદ સ્પેશિઅલ ટ્રેનમાં મુસાફરી કરનાર ૬ પેસેન્જરને રેલવેના દાનાપુર ડિવીઝનના આરા સ્ટેશન પર ટીટીએ ઝડપી પાડયા હતા.

જે અંગે આરપીએફએ દ્વારા તપાસ કરતા સુરતના યુઝર આઇડી ડબલ્યુજે વાયડબલ્યુએએલ૦૦૨૧૭ ધારક ભાવેશ નરસીભાઇ વાડદોરીયા (રહે. ૩૪૧, રણુજાધામ સોસાયટી, પુણાગામ) ની સરથાણા સ્થિત રોયલ આર્કેડ ખાતેની શ્રી રાધે મોબાઇલ નામની દુકાનમાં તપાસ કરી હતી. કોરોનાની ગાઇડલાઇનનું પાલનતપાસમાં ભાવેશે બુકિંગ અંકિત નરસીભાઇ વાડદોરીયા (રહે. ૨૮, શ્યામ વીલા સોસાયટી, સરથાણા જકાતનાકા) ની મદદથી વરાછા એલ.એચ. રોડ સ્થિત શાંતીવન શોપીંગ સેન્ટરમાં આવેલી રાધે ટ્રાવેર્લ્સના વિક્રમ જાેરૂભાઇ રાઠોડ (રહે. ૨૨૯, શ્રી વિનાયક રેસીડન્સી, કામરેજ) પાસે બુકિંગ કરાવ્યાનું બહાર આવ્યું હતું.