વડોદરા,

દેશભરમાં ચીની વસ્તુનો બહિષ્કાર કરવામાંવ આવી રહ્યો છે જેમા સરકારી ખાતા અને પોલીસ ખાતુ પણ પાછળ નથી. આજે બપોરે વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ પોલીસ સ્ટેશનના બોર્ડ પરથી Oppo મોબાઇલ કપંનીનુ નામ હટાવવામાં આવ્યુ હતું.ઉલ્લેખનીય છે કે આવનાર દિવસોમા શહેરના તમામ પોલીસ સ્ટેશનના બોર્ડ પરથી Oppo મોબાઇલનુ નામ હટાવવામાં આવશે. જોકે રાજ્યમાં અને દેશમાં ચાઇનીઝ મોબાઇલના પોસ્ટરો  દરેક જગ્યાએ છે તેનુ શુ કરવામાં આવશે તેની જાણકારી સરકાર તરફથી આપવામાં આવી નથી