ભુજ-

બી.એસ.એફની આર્ટીલેરી  રેજીમેન્ટને 50 વર્ષ પુર્ણ થવાના ઉપલક્ષમાં આજે ભુજથી અટારી સુધીની એક સાઇકલયાત્રાનુ આયોજન કરાયુ હતુ. 1971માં સ્થાપીત આ રેજીમેન્ટે યુધ્ધ અને ઓપરેશન દરમ્યાન પોતાના સોર્યનો પરિચય આપ્યો છે. ત્યારે આજે સ્થાપનાના 50 વર્ષના ઉપલક્ષમાં આજથી 2500 કિ.મી લાંબી યાત્રાનુ ભુજથી પ્રસ્થાન થયુ હતુ. જેને ગુજરાત ફન્ટીયરના આઇ.જી જી.એસ.મલિકે પ્રસ્થાન કરાવ્યુ હતુ. 

યાત્રાનો ઉદ્દેશ બી.એસ.એફ આર્ટી રેજીમેન્ટના સોર્યની વાત સાથે સરકારના વિવિધ યોજનાઓનો પ્રચાર કરવાનો છે. 15 સભ્યો દાંતીવાડા,રાજસ્થાન,પંજાબ થઇ 15 ઓગસ્ટ અટારી સ્ટેશન પર પહોંચશે આર્ટીલરી રેજીમેન્ટ આજથી 50 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યુ હતુ. અને બી.એસ.એફના ઓપરેશન કામગીરીમાં તેમનુ ખુબ મહત્વનુ યોગદાન છે. ત્યારે 50 વર્ષ પુર્ણ થતા કચ્છની સાથે જમ્મુ-કાશ્મીરથી પણ આજે યાત્રાનો પ્રારંભ કરાયો છે જે તમામ લોકો 15 ઓગસ્ટના અટારી પહોચશે મુશ્કેલ પ્રવાસ અંગે જવાનોનો હોંસલો બુંલદ છે. અને સોર્યની સાથે સરકારની વિવિધ પરિયોજનાનો પ્રચાર અને લોકોને સેનામાં જોડાવવા માટે માહિતી આપશે. આજે 79 બટાલીયન બી.એસ.એફ કેમ્પસથી આ સાઇકલ યાત્રાનો પ્રારંભ થયો હતો.જેમાં ૧૫ જવાનો સાયકલ યાત્રામાં જોડાયા છે .. જવાનો એક મહિના બાદ પંજાબની અટારી બોર્ડર પહોચી જશે ..