દિલ્હી-

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે એવો આક્ષેપ કર્યો કે છેલ્લા કેટલાક દિવસથી કેન્દ્ર સરકારના મૌનથી એવો સંકેત મળી રહ્યો છે કે સરકાર ખેડૂત આંદોલનની સામે કંઈક રુપરેખા તૈયાર કરી રહી છે.

રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતો સાથે ફરી વાતચીત કરવા માટે સરકારે જ પહેલ કરવી પડશે. તેમણે કહ્યું કે ૧૫-૨૦ દિવસથી કેન્દ્ર સરકારથી ખામોશી સૂચવી રહી છે કે કંઈક મોટું થવાનું છે. સરકાર આંદોલનની સામે કંઈક રુપરેખા બનાવી રહી છે. ટિકૈતે કહ્યું કે જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ખેડૂતો પાછા જવાના નથી. ખેડૂતો તૈયાર છે તેઓ ખેતીનું પણ ધ્યાન રાખશે અને આંદોલન પણ ચાલુ રાખશે.

ત્રણ કૃષઇ કાયદા અંગે ખેડૂતો દ્વારા ઠેકઠેકાણે ઊભા પાકને નાશ કરવાના સંબંધી સવાલ પર ટિકૈતે કહ્યું કે આવું પગલું ભરતું અટકાવવા માટે કોઈ અપીલ કેમ કરી રહ્યું નથી. હવે ઘઉની સિઝન આવી રહી છે. જાે ખેડૂતના ઘઉં એમએસપી પર ખરીદવામાં ન આવે તો તેને માટે સરકાર જવાબદાર રહેશે અને તેને માટે ખેડૂતો જિલ્લાધિકારીર કાર્યાલયની સામે ધરણા કરશે.