લોકસત્તા ડેસ્ક 

ભારત સહિત દુનિયામાં અનેક દેશો છે જ્યાં કોરોનાના કારણે ક્રિસમસ ન ઉજવવાની અપીલ કરાઈ છે. પરંતુ 40થી વધુ દેશ દુનિયામાં એવા છે જ્યાં ક્રિસમસની પરંપરા નથી. ક્યાંક તો ઉજવણી માટે સજા મળે છે તો ક્યાંક તેને ખતરારૂપ ગણવામાં આવે છે.

એક રિસર્ચ અનુસાર 2010ની વસ્તીને ધ્યાનમાં રાખીને દુનિયાનો સૌથી ફેલાયેલો ધર્મ ઈસાઈયત છે. દુનિયાની 31 ટકા વસ્તી ઈસાઈની છે. એટલે કે 70 ટકા લોકો એવા છે જે ઈસાઈ નથી અને તેઓ ક્રિસમસ મનાવતા નથી. જો આબાદી સિવાયના દેશની વાત કરીએ તો 200માંથી 40 દેશ એવા છે જ્યાં ક્રિસમસ કોઈ ખાસ તહેવાર નથી.

18 દેશ એવા છે જ્યાં ક્રિસમસ મનાવાતી નથી

બિન ઈસાઈ દેશમાં 43 દેશ એવા છે જ્યાં 25 ડિસેમ્બર સામાન્ય દિવસ છે. આ દિવસે સાર્વજનિક રજા હોતી નથી. તેમાંથી અડધાથી વદારે દેશ એવા છે જ્યાં ક્રિસમસ મનાવાય છે અને ક્રિસમસની સજાવટ, ગિફ્ટ પર ધૂમ ખર્ચ પણ થાય છે. પણ 18 દેશ એવા છે જ્યાં ક્રિસમસ મનાવાતી નથી.

ક્રિસમસ મનાવી તો મળે છે સજા અને દંડ પણ

અફઘાનિસ્તાનમાં ક્રિસમસ ઉજવવી જોખમથી ઓછું નથી. અહીં 1990ના દશકથી તાલિબાનની સમાંતર હકૂમત છે. ઈસાઈ દેશોની સાથે અહીં એક સંઘર્ષ સતત જોવા મળી રહ્યો છે અને કોઈ ક્રિસમસ મનાવે તો તેને ખતરો ઉઠાવવો પડે છે. ઈસ્લામી દેશોમાં ક્રિસમસ ઉજવાતી નથી. ઈસ્લામિક દેશ બ્રુનેઈમાં સાર્વજનિક રીતે ક્રિસમસ ન ઉજવવાનો નિયમ છે. નિયમ તોડવા માટે 5 વર્ષની જેલની સજા અને સાથે 20000 ડોલરનો દંડ ભરવો પડે છે.

આ દેશોમાં ખાસ કારણોએ નથી ઉજવાતી ક્રિસમસ

ભૂટાનમાં ઈસાઈઓની આબાદી લગભગ 10000 છે અને દેશની લગભગ 1 ટકા, બૌદ્ધ ધર્મના આ દેશના કેલેન્ડરમાં ક્રિસમસ કોઈ તહેવાર નથી, બૌદ્ધ આબાદીના મંગોલિયામાં ક્રિસમસ ઉજવાતી નથી. જો કે અહીં ઈસાઈ આબાદી છે. મોરિટેનિયાએ પોતાની વસ્તીના આધારે 100 ટકા આબાદી મુસ્લિમ હોવાનું જણાવ્યું છે.