આણંદ : કોરોના હજુ ગયો નથી એ વાત સતત મનમાં રાખીને નાતાલનું પર્વ અને નવાં વર્ષની ઉજવણી કરવા આણંદ જિલ્લા કલેક્ટર આર. જી. ગોહિલે નાગરિકોને અપીલ કરી હતી. કોરોનાથી બચવાની તકેદારીઓ અને સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરવાની સાથે સંયમ અને નિયમોને પાળી તહેવારને ઉજવવાનો ખાસ સંદેશો કલેક્ટરે આપ્યો હતો. 

આણંદ જિલ્લા કલેક્ટરે જિલ્લાના નાગરિકોને સંદેશો આપતાં જણાવ્યું હતંંુ કે, આપણે બધાએ એક વાત ખાસ યાદ રાખવાની છે કે, સાવચેતી હટશે તો કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા હકીકત બની શકે છે. તબીબો, પેરા-નોનપેરા મેડિકલના કર્મયોગીઓ સહિત વિવિધ વિભાગના કર્મયોગીઓ અને માધ્યમો એક પણ દિવસનો વિરામ લીધા વગર, જાેખમ વહોરીને કોરોના સામે લડત આપી રહ્યાં છે. ત્યારે આપણે નાગરિકોએ લોક સહયોગથી અને તહેવારોની સંયમિત ઉજવણીથી કોરોના સામે સુરક્ષિત રહીએ રાષ્ટ્ર-રાજ્ય અને જિલ્લાને કોરોના મુક્ત બનાવવો જાેઈએ.

જિલ્લા કલેક્ટરે નાગરિકોને પુનઃ એક વાત યાદ અપાવી છે કે જિલ્લાનો દરેક નાગરિક સંકલ્પા કરે કે, હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું છ(૬) ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરતો રહીશ અને આ મંત્રને અપનાવી કોરોનાને હરાવવામાં સહભાગી થઇશું.