ગોધરા, તા.૩

પંચમહાલના કાલોલ ખાતે આવેલી શ્રીમતી સી.બી ગર્લ્સ હાઈસ્કૂલ તથા એમ.જી.એસ.હાઈસ્કૂલના ઉપપ્રમુખ,મંત્રી અને શિક્ષક રૂ,એક લાખની લાંચ લેતા વડોદરા એ.સી.બી એ ગોઠવેલા છટકા માં રંગેહાથ ઝડપાઇ જતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો સરકાર દ્વારા શિક્ષિકાનો ઓર્ડર કરાયા બાદ સ્કૂલ માં હાજર થતા શાળા મંડળના સભ્યો દ્વારા રૂ ૩ લાખની લાંચ ની માંગણી કરતા રૂ,એક લાખની લાંચ સ્વીકારતા એમ.જી.એસ હાઈસ્કૂલ માં જ એ.સી.બી ના હાથે ઝડપાઇ જતા ત્રણેય સભ્યો સામે એ.સી.બી એ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી.બી ગર્લ્સ હાઈસ્કૂલ તથા એમ.જી.એસ હાઈસ્કૂલ કાલોલ ના ઉપપ્રમુખ જયંતકુમાર રતિલાલ મહેતા,મંત્રી વીરેન્દ્ર પ્રવિણચંદ્ર મહેતા અને શિક્ષક કિરણસિંહ અનોપસિંહ પુવાર આ ત્રણેય સભ્યોએ એકબીજાની મદદગારી થી ફરિયાદીના પત્નીનો શિક્ષણ સહાયક તરીકે સરકાર દ્વારા સી.બી.ગર્લ્સ હાઈસ્કૂલ કાલોલ જી. પંચમહાલ ખાતે નિમણુંક નો ઓડર કરવામાં આવ્યો હતો.

જે ઓડરના આધારે ફરિયાદીના પત્ની કાલોલ કેળવણી પ્રચારિત મંડળ સંચાલિત સ્કૂલ સી.બી.ગર્લ્સ હાઈસ્કૂલ કાલોલ ખાતે ફરજ ઉપર હાજર થયેલ હતી દરમ્યાન મંડળના સભ્યોએ ફરિયાદીના પત્ની તેમજ ફરિયાદી પાસે ડોનેશન તરીકે પ્રથમ રૂ.૩ લાખની લાંચ ની માંગણી કરેલ હતી તે બાદ ફરિયાદીએ ઓછું કરવા વિનંતી કરતા મંડળ ના સભ્યો રૂ,એક લાખની લાંચ લેવા સંમત થયેલા અને જે લાંચની રકમ આપી દેવા માટે કિરણસિંહ અનોપસિંહ પુવાર નાઓએ ફરીયાદીને દબાણ કરેલ હતું જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી નો સંપર્ક કરી પોતાની ફરિયાદ જાહેર કરેલી અને જે ફરિયાદના આધારે આજે લાંચના છટકા નું આયોજન કરવામાં આવતા ફરિયાદીએ શાળાના શિક્ષક કિરણસિંહનો સંપર્ક કરતા તેઓએ મંડળના ઉપપ્રમુખ જયંત મહેતા ની સાથે વાત કરી લાંચની રકમ એમ.જી એસ હાઈસ્કૂલ કાલોલ ખાતે ફરિયાદી ને લઈને બોલાવી ફરિયાદી ત્યાં જતા જયંત મહેતા એ ફરિયાદી પાસે થી રૂ,એક લાખની માંગણી કરી સ્વીકારેલા અને બાબતની જાણ મંત્રી વીરેન્દ્ર મહેતાને કરેલી આમ ત્રણેય સભ્યોએ એકબીજાના મેણાપીપણામાં રૂ,એક લાખની લાંચની રકમ સ્વીકારતા વડોદરા એ.સી.બીના ગોઠવાયેલા છટકામાં ઝડપાઇ જતા ત્રણેયની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી