વડોદરા, તા. ૧૪

જૂની પેંશન યોજન લાગુ કરવા માટે રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ વડોદરા ખાતે કલેકટર કચેરી અને જિલ્લા પંચાયતના તમામ વિભાગના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વડોદરા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ફરજ બજાવતા તમામ સરકારી કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી જૂની પેંશન યોજના લાગુ કરવા માટે આંદોલન કરાઈ રહ્યું છે. જેના ભાગ રૂપે આજરોજ વડોદરા જિલ્લા કલેકટર કચેરી તેમજ જિલ્લા પંચાયતના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાવમાં આવ્યું હતું. જેમાં કોઈ સુત્રોચાર કે બેનર બોસ્ટર સાથે વિરોધ કરવાના સ્થાને તમામ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી પહેરી દિવસ દરમિયાન પોતાની ફરજ બજાવવામાં આવી હતી.