દેવભૂમિ દ્વારકા-

મુખ્યમંત્રી નવા વર્ષના પહેલા જ દિવસે દેવભૂમિ દ્વારકાના પ્રવાસે પહોંચ્યા હતા. અહીં તેમણે દ્વારકાને અનેક ભેટ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત ઓખા અને બેટ દ્વારકા વચ્ચે તૈયાર થનારા સિગ્નેચર બ્રિજનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું.મુખ્યમંત્રી સાથે રાજ્યમંત્રી કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, સાંસદ પૂનમ માડમ, દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક અને અન્ય આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેટ દ્વારકા અને ઓખા વચ્ચે બનતા સિગ્નેચર બ્રિજના કામનું નિરીક્ષણ પણ કર્યું હતું. ખંભાળિયા અને ભાણવડ તેમ જ દ્વારકા તાલુકાના નાના માંઢા ટૂ જોઈન એચ. એસ. રોડ, સણખલા-નવા સણખલા રોડ તથા સીસી રોડ ઓન મેઘપર ટીટોડી ટૂ જોઈન એસ.એચ.રોડનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

દ્વારકા ખાતે પ્રવાસે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અહીં કોંગ્રેસને આડેહાથ લીધી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસના સમયે તિજોરીઓ ખાલી રહેતી હતી અને ગુજરાતનું વાર્ષિક બજેટ પણ ઓછું હતું. અત્યારે ગુજરાતનું બજેટ રૂ. 2 લાખથી વધુનું થયું છે. કોંગ્રેસ રૂપિયા ખાતું હતું. ભ્રષ્ટાચાર થતો 1 રૂપિયાના બદલે 15 પૈસા લોકો સુધી પહોંચતા હતા.