વલસાડ, વલસાડ એસ ટી વિભાગ ના દેખરેખ માં આવતા બીલીમોરા એસટી ડેપો મેનેજર ફરી વિવાદ માં આવ્યા છે એસટી વિભાગ માં સરકાર ના કાયદાઓ ના સરેઆમ ઉલ્લંઘન કરવાની પ્રથા બની ગઈ હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે એસટી તંત્ર ના કેટલાક અધિકારીઓ વિભાગ ને પોતા ના બાપ ની પેઢી સમજતા હોય તેમ મુસાફરો ને અનુભવ કરવી રહ્યા છે. હાલ માં જ નવસારી જિલ્લા ના બીલીમોરા ડેપો મેનેજર દ્વારા એક ફરિયાદ કરવા આવેલ ફરિયાદી ને ઓફીસ માંથી ધક્કા મારી બહાર કાઢી રહ્યા નો સોસીયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે ધક્કા મારી બહાર કાઢતી વખતે ફરિયાદી વિડિઓ લેવાનો પ્રયાસ કરે છે ત્યારે તેની સાથે અભદ્ર વર્તન કરી તેનો મોબાઈલ ઝુટવી લેવાનો પ્રયાસ કરાય છે ઘટના ની વિગત એવી છે કે વાંસદા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણ ભાઈ ગોહિલ વાંસદાથી બીલીમોરા પ્રતિદિન એસટી બસ માં અવર જવર કરે છે જેના માટે તેવો પાસ કઢાવી લે છે. ગત રોજ તેવો વાંસદા થી એસટી બસ માં બીલીમોરા આવતા હતા ત્યારે તેમની પાસે પાસ હોવા છતાં કંડક્ટરે તેમને જબસદસ્તી ટીકીટ આપી દીધા હોવાની તેવો ડેપોમેનેજર ને ફરિયાદ કરવા ગયા હતા.એ સમયે તેમણે પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ રાખ્યું હતું. ડેપો મેનેજરે રેકોર્ડિંગ બંધ કરવાની વાત કરી હતી અને જેને લઇને આવવા હોય તેને લઇને આવો તેમ કહ્યું હતું. બાદમાં તેમની સાથે ધક્કામુક્કી કરી તેમને ઓફીસ બહાર કાઢ્યા હતા . જે બાબત નો વિડિઓ વાઈરલ થતા પ્રજા માં એસટી વિભાગ પર રોષ ભભૂકી ઉઠ્‌યો છે નીચલી કક્ષા ના કર્મચારીઓ ભૂલ કરે તો એસટી ડેપો મેનેજર ને ફરિયાદ કરાય પરંતુ અહીં તો ડેપો મેનેજર જાતે જ ભૂલ કરી ફરિયાદ કરવા આવેલ નાગરિક સાથે અભદ્ર વર્તન કરતા નજરે પડ્યા છે.