ગાંધીનગર, કોરોનાના વધતા સંક્રમણને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. સરકારી કર્મચારીઓના વેક્સિનેશન આપવા માટે કોઇ વય મર્યાદાને ધ્યાનમાં લેવામાં નહીં આવે. રાજ્યના તમામ વયના સરકારી કર્મચારીઓને કોરોના પ્રતિકારક વેક્સિન આપવામાં આવશે. સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કર ગણીને તેમને વેક્સિન અપાશે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારીઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કોરોના સમયથી સતત સચિવાલય કાર્યરત છે, ત્યારે તેમાં મુખ્યમંત્રી કાર્યાલયનો પણ સમાવેશ થાય છે. જેના અંતર્ગત આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત ૭૦થી વધુ કર્મચારીઓને કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના જણાવ્યા મુજબ રાજ્યના સચિવાલયના કર્મચારીઓને વેક્સિનેશન માટે કોઈ વયમર્યાદા રાખવામાં આવી નથી.