દિલ્હી,

અનલોક-૧નો આજે 30 જૂને અંતિમ દિવસ છે. 1 જૂનના રોજ દેશમાં અનલોક-1 અમલમાં આવ્યાં બાદ કોરોનાના કેસમાં સતત વધારો જાવા મળ્યો છે. દેશમાં છેલ્લા ચાર દિવસથી 18 હજારથી વધારે કોરોના વાયરસના મામલા નોંધાયા છે.જેમાં છેલ્લાં 24 કલાકમાં 18,552 કેસો નોંધાયા અને વધુ 418 લોકોના મોત થયા હતા. 1 જુલાઇથી અનલોક-2 અમલમાં આવી રહ્યો છે અને કેટલીક વધુ છૂટછાટ આપવામાં આવી છે ત્યારે કેસો વધવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આજે સમગળવારે સવારે પૂરાર થયેલા 24 કલાકમાં છેલ્લાં એક દિવસમાં 18 હજાર કરતાં વધારે કેસ નોંધાતા દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5,66,840 પર પહોંચી છે અને 417 લોકાના મોત સાથે કુલ 16,893 લોકોના મોત થયા છે. અત્યારસુધીમાં કુલ્લે 3,34,822 લોકો સાજા પણ થયા છે અને હાલમાં દેશમાં સારવાર હેઠળના કેસોની સંખ્યા 2,15,125 છે. કેસ વધતાં તમિલનાડુ અને મહારાષ્ટ્ર માં લોકડાઉન 31 જુલાઈ સુધી લંબાવાયું છે હવે કોરોના કેસમાં રિકવરી રેટ 59.06 ટકા સુધી પહોંચી ગયો છે.

દેશમાં 1 જુલાઇથી અનલોક-2નો અમલ શરૂ થઇ રહ્યો છે. તેમાં જાકે હજુ શાળા-કોલેજા, સિનેમા હોલ અને જીમ વગેરે. શરૂ થવાના નથી. રાત્રિ કર્ફ્યુમાં ઘટાડો અને રાતના 9 વાગ્યા સુધી હોટેલ-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે તેથી શક્ય છે કે ખાણીપીણીના શોખીનો હવે મોડી રાત સુધી બહાર નિકળે તો સંક્રમણ વધવાની શક્યતાઓ છે. દરમ્યાનમાં ગોવામાં સ્થાનિક કોમ્યુનિટી સંક્રમણ શરૂ થયાના અહેવાલ છે. તેથી પણ કેસો વધી શકે.. તમિલનાડુમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં અહીં રેકોર્ડ 3949 દર્દીઓ વધ્યા છે, અહીં સંખ્યા ૫માં દિવસે 3500થી વધુ રહી હતી.. સૌથી વધુ સંક્રમિતો વાળા રાજ્યોમાં તે બીજા નંબરે આવી ગયું છે. સોમવારે દેશમાં 418 લોકોના મોત થયા હતા.

મહારાષ્ટ્ર માં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 16,883 કેસ નોંધાયા છે જ્યારે 7610 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં બાદ દિલ્હીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. દિલ્હીમાં 85161 કેસ નોંધાયા છે જ્યારે 2680 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સૂત્રોએ કહ્યુ કે, સંક્રમણ દેશના નાના જિલ્લાઓમાં પણ વધી રહ્યુ છે. કેટલાક જિલ્લાઓમાં મોત 200 થી વધુ થયા છે અને મૃત્યુ દર ઝડપથી વધી રહ્યો છે. તેમાં મહારાષ્ટ્ર નું સોલાપુર અને જલગાંવ સામેલ છે. અહીં મૃત્યુ દર સૌથી વધુ મૃતકોવાળા જિલ્લા જેવા કે મુંબઈ(4463 મોત), અમદાવાદ(1432 મોત), ઠાણે(871 મોત) અને કોલકતા(372 મોત)થી વધુ છે. સોલાપુરમાં મૃત્યુ દર 9.75 ટકા અને જલગાંવમાં 6.90 ટકા છે. જ્યારે મુંબઈમાં મૃત્યુ દર માત્ર 5.78 ટકા છે, જ્યારે અહીં મોતનો આંકડો સાડા ચાર હજારની નજીક પહોંચી ગયો છે.

ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 59.06 ટકા સુધી પહોંચી ગયો છે.

દક્ષિણ ભારતમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પાછલા કેટલાક દિવસથી અહીં કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી સહિત દક્ષિણના પાંચ રાજ્યોમાં સતત કેસ વધી રહ્યા છે. પાછલા ત્રણ દિવસમાં દક્ષિણ, પોંડિચેરી સહિતના દક્ષિણના 5 રાજ્યોમાં દિવસ દરમિયાન નોંધાતા કેસમાં ઉછાલો આવ્યો છે. જેમાં તેલંગાણા અને કર્ણાટકામાં 1000 કરતા વધુ કેસ પાછલા એક દિવસમાં નોંધાયા છે.

તમિલનાડુ સરકારે ૩૧ જુલાઈ સુધી જનરલ લોકડાઉન વધાર્યું છે. ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારમાં ૫ જુલાઈ સુધી સખ્ત લોકડાઉન યથાવત રહેશે. મહારાષ્ટÙમાં સોમવારે ૫૨૫૭ સંક્રમિતો મળ્યા અને ૧૮૧ લોકોના મોત થયા છે. મુંબઈમાં ૧૨૨૬ કેસ વધ્યા, અહીં અત્યાર સુધીમાં ૭૬ હજાર ૭૬૫ દર્દીઓ થયા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા ૧ લાખ ૬૯ હજાર ૮૮૩ થઈ છે. તેમાંથી ૭૩ હજાર ૨૯૮ એÂક્ટવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૭૬૧૦ લોકોના મોત થયા છે.

કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા બાદ કોરોના મહામારીથી સૌથી વધારે દેશોમાં ભારત ચોથા સ્થાન પર છે.