મહુધા : મહુધા નગરપાલિકાની ઊંઘ ક્યારે ઉડશે? મહુધાના ગાયત્રી મંદિર વિસ્તારમાં શુક્રવારેે એક મહિલા એક્ટિવા સાથે પાલિકાના ખાડામાં પડ્યાં હતાં, હવે ગાય ભોગ બની છે. છેલ્લા ચાર દિવસથી ગટરના ખાડાનો યોગ્ય નિકાલ ન કરતાં આજે સવારે આઠ વાગ્યાની આજુબાજુ ગાય ભોગ બની હતી. ગઈકાલે એક મહિલા એક્ટિવા સાથે ગટરના ખાડામાં ખાબકતાં ભારે જહેમતથી બહાર કાઢવામાં આવી હતી. આજે સવારે આઠ વાગ્યાની આજુબાજુ કોઈ પ્રકારનું બોર્ડ કે આડબંધ ન લગાવેલો હોવાથી ગાય સીધી ખાડામાં ઊતરી પડી હતી. જાેકે, ગાય ભારે જહેમત બાદ જાતે બહાર નીકળી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ ખાડો છેલ્લાં ચાર દિવસથી ખોદવામાં આવેલો છે, પરંતુ આટલું નુકસાન થયાં છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી. ખાડો ખોદે મહુધા પાલિકા અને પડે પ્રજા, આ કેવું!?