ગાંધીનગર-

નવરાત્રી એટલે માં જગદંબાની આરાધનાનો પર્વ. આ સાથે જ ગુજરાતીઓમાં નવરાત્રી દરમિયાન ગરબા રમવાનો અનેરો થનગનાટ જોવા મળે છે. ત્યારે આ વખતે કોરોના વાયરસના ફેલાયેલા કહેરમાં નવરાત્રીના આયોજન થશે કે કેમ તે અંગે દરેક ગુજરાતી વિચારી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો લોકોએ ગરબાની પ્રેક્ટિસ પણ આરંભી દીધી છે, જેથી જો નવરાત્રી મહોત્સવનું આયોજન થાય તો તેઓ મનમુકીને રમી શકે. પરંતુ કોરોનાના આ સમયમાં સરકાર નવરાત્રી આયોજન માટે મંજૂરી આપશે કે નહીં તે અંગે સૌકોઈ ચર્ચા કરી રહ્યા છે. એવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, ગુજરાત સરકાર નવરાત્રી આયોજન અંગે હાલ વિચારી રહી છે. નીતિન પટેલે વધુમાં કહ્યું કે, ગુજરાતના ગરબા વિશ્વની ઓળખ છે, આ દરમિયાન શક્ય એટલી છૂટછાટ આપી શકાય તેવી ચર્ચા થઇ રહી છે.