કોરોનાની મહામારીના કારણે રાજ્ય સરકારે ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે ગાઈડલાઈન જારી કરી છે જેના પગલે પતંગરસિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ ઉત્તરાયણ પૂર્વે આજે રવિવારે પતંગ બજારમાં પતંગ-દોરી સહિત અન્ય વસ્તુઓની ખરીદી માટે ભારે ભીડ ઉમટતાં વેપારીઓ ખુશખુશાલ થયા હતા. પતંગરસિકોએ પતંગ-દોરી સાથે કેપ, ગોગલ્સ, ભંૂગળા સહિતની ખરીદી કરી હતી.