છોટાઉદેપુર

મધ્યપ્રદેશ ના ઝાબુઆ ખાતે ૧૩/૧૪ જાન્યુઆરી એ યોજાયેલ બે દિવસીય મહાસંમેલન માં ભારતભર ના અલગ અલગ રાજ્યો માંથી લાખો ની સંખ્યા માં આદિવાસી ઓ એકત્રિત થઈ પોતાની આદિવાસી સંસ્કૃતિ,આદિવાસી કલા પ્રદર્શિત કરીને આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી જીવનશૈલી તેમજ આદિવાસી કલાઓ થકી દુનિયા ને સ્વાવલંબી જીવન કેવી રીતે જીવી શકાય અને પ્રકૃતિ ને ઓછામાં ઓછું નુકસાન થાય ,અને ભોગવાદી જીવન પધ્ધતિઓ થી દુર રહી પ્રક્રુતિના નિયમો ને ધ્યાનમાં રાખી પ્રુથ્વી પર ના તમામ જીવ સૃષ્ટી ને નુકસાન નહીં પહોંચે તેવી જીવન પધ્ધતિઓ અપનાવી પ્રુથ્વી પર હવા, પાણી સહિત પુરી પ્રુથ્વી શુધ્ધ રહે અને પ્રુથ્વી પર ના તમામ જીવો તંદુરસ્ત અને સ્વસ્થ રીતે પોતાનું જીવન જીવી શકે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે તે હેતુથી આદિવાસી એકતા પરિષદ છેલ્લા અઠયાવીસ વર્ષ થી આ રીતે આંતરરાષ્ટ્રિય સાંસ્કૃતિક એકતા મહાસંમેલન કાર્યક્રમ યોજીને દેશ-દુનિયામાં પર્યાવરણ અને પ્રક્રુતિ સુરક્ષા પ્રત્યે લોકોએ ખુદ સભાનતા કેળવે તે સંદેશ આપતો કાર્યક્રમ એટલે આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન કાર્યક્રમ.

ઝાબુઆ ખાતે યોજાયેલ આદિવાસી એકતા પરિષદ ના આંતરરાષ્ટ્રિય સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માં ખાસ કરીને મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી,બીહાર, ઝારખંડ ઉપરાંત છત્તીસગઢ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, જમ્મુ કાશ્મીર ના લેહ લદ્દાખ તેમજ આદિવાસી વસ્તી ધરાવતા અન્ય દેશો માં થી પણ આદિવાસી ઓ એકત્રિત થયા હતા.

  ઝાબુઆ ના બિલિડોજ ખાતે યોજાયેલ કાર્યક્રમ ની શરૂઆત પહેલાં અનેક સ્થળોએ થી આવતા આદિવાસી ઓ પોતાના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ , આદિવાસી શસ્ત્રો હાથમાં રાખી પોતાના આદિવાસી વાજિંત્રો ના તાલે તાલબદ્ધ રીતે નાચતા કૂદ્યા હતા.