ઉનાઈ, ઉનાઈ પંથકમાં અનેક ગામોમાં રસ્તા પરની બાજુએ નમેલા વિજપોલ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓ માટે જોખમી સાબિત થયા તો નવાઈ નથી તેમજ અનેક ગામોમાં ખેતરોમાં ઉભેલા વિજપોલ પાર વાયરો ખુબજ નીચે સુધી ઝુલતા હોવાના કારણે ખેતરોમાં કામ કરતા મજૂરોને જોખમ ઉભું થવા પામ્યું હોવાનું જાણવા મળેલ હોય મોટેભાગેના જોખમી વીજ ટ્રાન્સફોર્મર રોડની બાજુમાં હોવાના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો હોય જેનું યોગ્ય નિરાકરણ થાય એ જરૂરી છે  

ચોમાસા દરમિયાન શનિવારે પરિમોન્સૂન કામગીરી માટે વિજકાપ મુકવામાં આવતો હોય છે જોકે ચોમાસાની ઋતુમાં વિજકામ મૂકી પરિમોન્સૂન કામગીરી કરવા છતાં ગમેતે સમયે વીજપુરવઠો ખોરવાઈ જતો હોય છે ચોમાસા દરમિયાન રસ્તાની બાજુ પર નમેલા વિજપોલને કારણે અનેક વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવતો હોય છે જો વિજકાપની દ્વારા ચોમાસા વિજને લાગતી કામગીરી કરવામાં આવતી ન હોય તો ચોમાસા બાદ આ કામગીરી કરવામાં વિજકંપની વેઠ સા માટે ઉતારતી હોય છે એ લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે આવા જોખમી વિજપોલો ઉનાઈ પંથકમાં અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે અને વિજપોલ પર આવેલા જીવંત વાયરો ખુબજ નીચે ઝુલતા હોવાના કારણે અકસ્માતો થવાની ભીતિ સેવાઇ રહી છે ખંભાલિયા સ્ટેશન પર આવેલા વિજપોલ પર નાખવામાં આવેલા જીવંત વાયરો વાપી શામળાજી મેન હાઇવે હોય અહીંથી પસાર થતા અનેક મોટા વાહનોને કારણે અનેક વાર વાયરો તૂટતા બચ્યા હોવાનું પણ જાણવા મળેલ છે તેમજ આ જગ્યાએ ભૂતકાળમાં પણ રાત્રીના સમયે જીવંત તાર મોટી લોડિંગ ટ્રક દ્વારા તૂટ્યા હોવાના કારણે આજુબાજુના રહીશોના વીજ ઉપકરણો પણ ફૂકાયા હોવાનું જાણવા મળેલ છે જેના કારણે આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ થાય એવી લોકમાંગ ઉઠવા પામી છે તેમજ અનેક જગ્યાએ ઉભેલા જોખમી વિજપોલો દ્વારા મોટું જોખમ ઉભું થાય એ પહેલાં વિજકંપનીએ એનું યોગ્ય નિરાકરણ થાય એ જરૂરી છે.