વલસાડ-

જિલ્લાના પારડી તાલુકાના ધગડમાલ ગામે 145.14 કરોડની પાણી પુરવઠાની વિવિધ યોજનાનું આજે શુક્રવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમણે ખેડૂત આંદોલનને મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, આંદોલનની ચાલુ ગાડીમાં રાજકીય રોટલા સેકવા કોંગ્રેસ બેસી ગઈ છે. તેમને એમ પણ કહ્યું કે, પાણીની સમસ્યા માટે કોંગ્રેસના રાજમાં ટેન્કર રાજ ચાલતા હતા અને એમાં કૌભાંડ પણ થયા છે. પાણી પુરવઠાના યોજના ખાતમુહૂર્ત પ્રસંગે આવેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું કે, કોંગ્રેસના સમયમાં પણ પાણીની સમસ્યા માટે તેમણે ટેન્કર રાજ શરૂ કર્યા હતા અને ટેન્કર રાજમાં માથાભારે મહિલાઓએ પાણી ભરતી હતી. લોકો પાણી લેવા માટે પડાપડી કરી ઝઘડો કરતા હતા અને ટેન્કર આજના સમયમાં અનેક કૌભાંડો પણ થયા છે. ભાજપ સરકારે આ ટેન્કર રાજ ખતમ કરવાનું નક્કી કર્યું છે. ખાતમુહૂર્ત પ્રસંગે બોલતા વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાની રસી આગામી સમયમાં આવશેે અને પ્રાથમિક જરૂરિયાત કોને છે એવા લોકોને એટલે કે 50 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને તેની વિશેષ જરૂરીયાત છે અને આવા લોકોને ગામના છેવાડેથી લઇ શહેર સુધી સર્વે કરવામાં આવ્યો છે. આ સાથે સાથે ફ્રન્ટલાઈન વોરિયર્સને પ્રાથમિકતાને ધોરણે આ રસી આપવામાં આવશે. આ અંગે ગુજરાત સરકારે વિશેષ આયોજન કર્યું છે.