કડી : કડીમાં સતત બીજા દિવસે મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવતા કેટલાક સવાલ ઉભા થયા છે. કડીના ઊંટવા રોડ પર મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો. જાહેર રોડ ઉપર મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.મહેસાણાનો કડી વિસ્તાર આમ તો રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું હોમ ટાઉન છે, પરંતુ તેમના વિસ્તારમાં જ હોસ્પિટલની બેદરકારી સામે આવી રહી છે. કોરોના મહામારી વચ્ચે મેડિકલ વેસ્ટનો જાહેર નિકાલ કરવામાં આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. કડીના ઊંટવા રોડ પર પશુઓ માટે વપરાતી સરકારી દવાઓના બોક્સ અને દવાની બોટલો સહિત વપરાયેલા ઇન્જેક્શન અને સીરીજાેના જથ્થોનો જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો હતો.મેડિકલ વેસ્ટનો સતત બીજા દિવસે જાહેરમાં નિકાલ કરવામાં આવતા તંત્ર મૂકદર્શક બનીને જાેઇ રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. સરકારી દવાઓનો જથ્થો આ રીતે ફેંકવા પાછળ કોણ જવાબદાર તે તો તપાસ થાય ત્યારબાદ જ ખબર પડે એમ છે. આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા સતવરે કશુરવાર હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે.