આણંદ : આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહિલા શક્તિ કેન્દ્ર અને પૂર્ણા યોજનાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ત્રિભુવનદાસ ફાઉન્ડેશન ખાતે જિલ્લા કક્ષાની ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ તાલીમ શિબિર યોજાઇ હતી.  

જિલ્લા કક્ષાની આ તાલીમ શિબિરમાં વિષય નિષ્ણાત તરીકે ગુજરાત સિવિલ સર્વિસ એકેડેમીના ડિરેક્ટર કિરણભાઇ સેનવા, આણંદ આઇટીઆઇના આચાર્ય આઇ.કે. સોલંકી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.એમ.વ્હોરા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠાકર, ગર્લ્સ એજ્યુકેશનના મદદનીશ કો-ઓર્ડિનેટર પૂર્વીબેન વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

 આ મહાનુભાવોએ તાલીમ શિબિરમાં હાજર બહેનોને અલગ-અલગ વિષયો ઉપર માહિતીસભર જાણકારી આપી હતી, જેમાં ખાસ કરીને જાતિગત ભેદભાવો તથા પિતૃપ્રધાન સમાજ વ્યતવસ્થાની કિશોરીઓ-મહિલા પર થતી અસર, સાઇબર ક્રાઇમ, જીવન કૌશલ્યતની સમજ, કૌશલ્યવર્ધન કેન્દ્રોની કામગીરી અંગેની સમજ, ભૃણ હત્યા, દીકરીઓની સંખ્યામાં થતો ઘટાડો, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ, સ્વ બચાવ, ગુડ ટચ-બેડ ટચ, જાતિય ગુનાઓ, કિશોરીઓમાં કૂપોષણ અને એનેમિયા અંગે નિવારણ, કિશોરીઓમાં જાેવાં મળતો શાળા ડ્રોપ આઉટ રેશિયો, પોક્સો એક્ટ, ૧૮૧-અભયમ-મહિલા હેલ્પલાઇન જેવાં વિષય આવરી લેવામાં આવ્યાં હતાં.

 આ તાલીમ શિબિરમાં આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન તબિયાર, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી ડૉ. મનિષાબેન મુલતાની અને મુખ્યક સેવિકા બહેનો હાજર રહ્યાં હતાં.