દિલ્હી-

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા મેક્સ હોસ્પિટલના ડોક્ટર વિવેક રાયે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પોલીસને ૩૩ વર્ષના ડોક્ટરનો મૃતદેહ માલવીય નગરમાં સ્થિત તેમના ઘરેથી મળ્યો.દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ આ ઘટના ૩૦ એપ્રિલ રાત ૧૧ઃ૧૬ વાગ્યાની છે. જ્યારે એક મહિલાએ ફોન કરીને જણાવ્યું કે તેમની મિત્રના પતિ દરવાજાે ખોલતા નથી. જ્યારે પોલીસકર્મી ઘટનાસ્થળે પહોંચ્યા તો તેમણે જાેયું કે ડોક્ટર વિવેકનો મૃતદેહ પંખાથી લટકેલો છે. ત્યારબાદ પોલીસે મૃતદેહ પર કબ્જાે મેળવી પોસ્ટમોર્ટમ કરાવ્યું અને ત્યારબાદ ડેડબોડી પરિજનોને સોંપી દીધું.

સાત પાનાની સ્યૂસાઈડ નોડમાં ડોક્ટરે શરૂઆતમાં લખ્યું કે 'સિમ્મી અને મમ્મી તમને બંનેનો મારો પ્રેમ...સિમ્મી હું તારા લગ્નમાં નહીં રહું. પરંતુ તમારા જીવનમાં રહીશ. મારી પત્નીને હવે કશું કહેશો નહીં. તે નથી જાણતી કે તેણે શું ગુમાવ્યું છે. સ્યૂસાઈડ કરવું સરળ નથી. અનેકવાર કોશિશ કરી.' પિતા અજયકુમાર માટે વિવેકે લખ્યું કે કેટલાક વીડિયો રેકોર્ડ કર્યા છે. મારા મોબાઈલમાં છે. જાેઈ લેજાે. આઈ લવ યુ પપ્પા. હું આ શરીર છોડીને જઈ રહ્યો છું. મને માફ કરી દો. કોકિલાને માફ કરી દેજાે પ્લિઝ. વિવેકે પત્નીને સંબોધિત કરતા લખ્યું કે કદાચ હું તારા માટે યોગ્ય નહતો... પરંતુ એક મીડિલ ક્લાસ પરિવારમાંથી હોવા છતાં મારી રીતે પૂરેપૂરી કોશિશ કરી...તારી દરેક જરૂરિયાતને પૂરી કરી...કદાચ તમારી નજરમાં હું સારો પતિ ન રહ્યો...તમારી કોઈ ભૂલ નથી...કદાચ હું જ નબળો છું...હસતા હસતા મરી જઈશું...તમે જુદા થવા ઈચ્છો છો...હું જઈ રહ્યો છું...હવે ખુશ રહેજે મારી જાન...હું ખોટો નહતો...આ સાથે જ ઘરની તલાશી લીધી તો પોલીસને એક સ્યૂસાઈડ નોટ મળી જે ડોક્ટર વિવેકના હાથે લખાયેલી હતી. આ નોટમાં તેણે પોતાના મોત માટે કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. તેણે સ્યૂસાઈડ નોટમાં પરિવાર અને મિત્રોને એડ્રસ કરતા બધાને સુરક્ષિત રહેવાની કામના કરી છે. જાે કે હજુ સુધી આત્મહત્યા માટે અસલ કારણ સામે આવ્યું નથી. પોલીસે આત્મહત્યાનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.