નડિયાદ, તા.૯ 

ખેડા જિલ્લા પોલીસ ટીમના સભ્યોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને કોવિડ-૧૯ મહામારી સામે લડવા જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર દ્વારા પ્રોજેક્ટ યોગપ્રહરી શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનું ચોથું ચરણ હાલ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટમાં જિલ્લાના કર્મચારીઓ તેમજ અધિકારીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં છે. ખરેખ યોગપ્રહરી પ્રોજેક્ટનું પહેલું ચરણ ગત તા.૧૧ મેથી શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં દરરોજ ૧૦ મિનિટ માટે યોગીક શ્વોચ્છોશ્વાસ લેવાની ક્રિયા એટલે કે પ્રાણાયામ એકપણ દિવસ ચૂક્યાં વગર ૨૧ દિવસ માટે કરવાનો પડકાર હતો. 

આ પ્રોજેક્ટ યોગપ્રહરી-૧માં ખેડા જિલ્લા પોલીસના અધિકારીઓએ ૨૧ દિવસના પડકારમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ૪ અધિકારીઓએ ખુબ જ રસ દાખવી આ પડકાર ૧૦૦% સફળતાપૂર્વક પૂરો કર્યો હતો, જ્યારે ૧૦ અધિકારીઓએ ૭૫ % ઉપરાંત દિવસો પ્રાણાયામ કરવામાં સફળ રહ્યાં હતાં. ત્યારબાદ તા.૧ જૂનથી તા.૩૦ જૂન ૩૦ દિવસ માટે યોગપ્રહરી-૨ અમલમાં મૂકવામાં આવ્યો હતો. યોગપ્રહરી-૨માં ખેડા પોલીસ ટીમના કુલ ૫૨૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમાંથી બાગ લેનારાં ૧૭ અધિકારીલોકોએે આ પડકાર ૧૦૦% સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. આ ઉપરાંત અન્ય ૬૪ લોકોે ૭૫ % ઉપરાંત દિવસો પ્રાણાયામ કરવામાં સફળ રહ્યાં હતાં. 

યોગપ્રહરી-૩ તા. ૬ જુલાઇથી તા.૨૬ જુલાઇ ૨૧ માટે શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ ૭૨૧ પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સ્વૈચ્છાથી જાેડાયાં હતાં. ૧૨૫ અધિકારી અને કર્મચારીઓએ ૧૦૦% સફળતાપૂર્વક પ્રોજેક્ટ પૂરો કર્યો હતો. અન્ય ૨૦૭ ભાગ લેનારાંઓ ૭૫ % ઉપરાંત દિવસોમાં પ્રાણાયામ કરવામાં સફળ રહ્યાં હતાં. પ્રોજેક્ટ યોગપ્રહરીની ઉત્તરોત્તર સફળતાને ધ્યાને રાખી તથા કોરોના સંક્રમણની ગંભીરતા સમજીને હવે તા.૧ ઓગસ્ટથી તા.૩૧ ઓગસ્ટ સુધી કુલ ૩૧ દિવસ માટે પ્રોજેક્ટ યોગપ્રહરી-૪ શરૂ કરવામાં આવ્યો છે. આ વખતે નિયમોને થોડા કડક બનાવી દેવામાં આવ્યાં છે. દરરોજ ૧૫ મિનિટ પ્રાણાયામ કરવાનું લક્ષ્ય આપી શરૂ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. યોગપ્રહરી-૪માં ખેડા જિલ્લા પોલીસના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સ્વૈચ્છાથી જાેડાઈને પ્રાણાયામ કરે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 

આ વિકટ પરિસ્થિતિ અને ૨૪ટ૭ ની ફરજ સાથે ખેડા જિલ્લા પોલીસ ટીમના અધિકારી અને કર્મચારીઓએ તેમની પ્રતિબદ્ધતા અને સમર્પણ માટે વિશેષ પ્રશાંસાને પાત્ર છે. ખેડા જિલ્લા પોલીસ પોતાની તમામ શક્તિ અને ઉત્સાહથી ખેડા જિલ્લાના નાગરિકોની સેવા કરવા કટિબદ્ધ છે.

પ્રોજેક્ટ યોગપ્રહરી શું છે?

ખેડા જિલ્લા પોલીસ ટીમના સભ્યોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને કોવિડ-૧૯ મહામારી સામે લડવા જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્ર દ્વારા પ્રોજેક્ટ યોગપ્રહરી શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ દરમિયાન તેમાં સ્વેચ્છાએ જાેડાતાં લોકોને અમુક મિનિટ રોજેરોજ પ્રાણાયામ કરવાનું કહેવામાં આવે છે. પહેલાં ચરણમાં ૧૦ મિનિટ કહેવાયું હતું. હવે ચોથા ચરણમાં ૧૫ મિનિટ પ્રાણાયામ કરવાનું જણાવવામાં આવ્યું છે.