અમદાવાદ-

સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને ગુજરાતના રાજકીય ગલીયારામાં ગરમાવો આવ્યો છે. ચૂંટણી પહેલાજ કયાંક ને કયાંક કોંગ્રેસ તૂટતી કે હારતી દેખાઈ રહી છે. ટીકીટ વિતરણ હમેશા કોંગ્રેસમાં ડખા ઉત્પન્ન કરે છે. ટિકિટ ફાળવણીને લઈને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બંને પક્ષમાં અસંતોષ જોવા મળ્યો હતો. પરંતુ કોંગ્રેસમાં ઉભો થયેલો વિવાદ આંખ ઉડીને વળગે છે. ખેડાવાલાએ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને ખાડિયાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે, વધારાના બે ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવામાં આવશે તો હું રાજીનામું પરત લઈશ. મારો વિરોધ માત્ર બહેરામપુરા વોર્ડ પૂરતો જ છે.

ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસમાં સવિશેષ મતભેદ જોવા મળ્યા છે. બહેરામપુરામાં ટિકિટ ફળવાણીને લઈને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો વિરોધ પણ સપાટી ઉપર જોઈ શકાય છે. કોંગ્રેસે મોટાભાગના ઉમેદવારોને અંતિમ સમયે ફોન કરીને ટિકિટ મેન્ડેટ આપ્યા હતા. કોંગ્રેસે ટિકિટ મોડી જાહેર કરી હતી.ત્યારે પોતાની નારાજગી વ્યક્ત કરતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પોતાના પદેથી રાજીનામું આપ્યું છે.