છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના ધડાગામ ના યુવાન ને બે વર્ષ જૂની અદાવતે પોતાના સાસરે કુંભાણી ગામમાં મરણ માં જતા જીવલેણ માર મારતા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ધડાગામ નો વાતની રાઠવા સુરેશભાઈ ચમાયડાભાઈ મરણ પ્રસન્ગે પોતાના સાસરી કુંભાણી ખાતે જવા ગયો હતો પ્રસંગ પતાવી સાસરે થી પોતાની પત્ની અને એક વર્ષના બાળકને લઇ પરત ફરતા બે વર્ષ જૂના ઝગડા ની અદાવત રાખી રાઠવા દિલીયાભાઈ ઝલિયાભાઈ એ ઝગડો કરવા ૬ કિલોમીટર જેવો પીછો કર્યો હતો. અને બાઈક ને ટક્કર મારી સુરેશભાઈ તથા તેના પરિવાર ને બાઈક પરથી પાડી દીધા હતા અને સુરેશ રાઠવા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અને તેની પત્ની અને બાળક ને માર માર્યો હતો પત્ની સાથે દુષ્કર્મ નો પ્રયાસ કરતા સુરેશભાઈ એ ભાગવાની કોશિશ કરી બુમાબુમ કરતા સ્થાનિક ગ્રામજનો દોડી આવતા રાઠવા દીલિયાભાઈ ઝલિયાભાઈ ભાગી ગયો હતો. જીવલેણ હુમલામાં ઈજાઓ થતા ગ્રામજનોએ સુરેશભાઈ રાઠવા તેમજ તેના પરિવાર ને છોટાઉદેપુર ખાતે જનરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. પોલીસે હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર જિલ્લાના ધડાગામ ના યુવાન ને બે વર્ષ જૂની અદાવતે પોતાના સાસરે કુંભાણી ગામમાં મરણ માં જતા જીવલેણ માર મારતા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો