અમદાવાદ-

અમદાવાદ અને ગાંધીનગરને જોડતો મેટ્રો રેલનો પ્રોજેકટને લઈને એક મોટા સમાચાર સામે અવાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મેટ્રો ટ્રેનને લઇ મહત્વની જાહેરાત કરી છે. શાહપુરથી એપેરલ પાર્ક સુધીની અંડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ થઇ ગયું હોવાની જાહેરાત મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.

આપને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. ગુજરાતની રાજધાની ગાંધીનગરન અને અમદાવાદને વધુ હાઈટેક બનાવવા માટે થઈ રહેલા પ્રયાસોમાં વધુ એક પગલું ભરાયું હોય એમ જણાઈ રહ્યું છે. સાબરમતી નદી પહેલા સુધીની 5.8 વ્યાસની એક અપલાઇન અને એક ડાઉન લાઇનની એમ જોડીયા ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ સિદ્ધિ બદલ ટ્વિટ કરીને ભારતીય ઇજનેરી કૌશલ્યને બિરદાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ - ટનલનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં 6.51 કિમી ભૂગર્ભ ટનલમાં મેટ્રો દોડશે. સરસપુર ટનલની કામગીરી પણ 60 ટકા પૂર્ણ થઇ ચૂકી છે. ટનલનુ કામ માર્ચ 2017માં શરુ કરવામાં આવ્યું હતું. અત્યારે કાલુપુર સિવાય સરસપુર પણ ટનલનુ કામ ચાલુ હતું. તે કામ પણ 60 ટકા જેટલુ પુરુ થઈ ગયું હતું. 6 કીલોમીટર વચ્ચે 4 સ્ટેશન હશે.