મુંબઇ,તા.૬

આઈપીએલ ૨૦૨૪નો ઉત્સાહ ચરમસીમાએ છે. તમામ ટીમો લગભગ ૪-૪ મેચ રમી છે. ટૂર્નામેન્ટ દરમિયાન ચાહકોને ઘણી રોમાંચક મેચો જાેવા મળી રહી છે. અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં માત્ર બે જ ટીમો એવી છે જેણે પોતાની તમામ મેચ જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ આ બંને ટીમો આઈપીએલ૨૦૨૪માં અત્યાર સુધી ૩-૩ મેચ રમી ચૂકી છે અને બંને ટીમોએ ત્રણમાંથી ત્રણ મેચ જીતી છે.હાલમાં શ્રેયસ અય્યરની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ ૩ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. જ્યારે અત્યાર સુધી શ્રેયસ અય્યર આઈપીએલ ૨૦૨૪માં કંઈ ખાસ કરી શક્યો નથી, તેમ છતાં કેકેઆરનો કેપ્ટન આ કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. કારણ છે આઈપીએલ ૨૦૨૪માં દેખાતી મિસ્ટ્રી ગર્લ અને શ્રેયસને ચીયર અપ કરી રહી છે.ખરેખર, આઈપીએલ ૨૦૨૪માં જ્યારે પણ કેકેઆરની મેચ હોય છે ત્યારે કેમેરામેનનું ધ્યાન એક મિસ્ટ્રી ગર્લ પર જાય છે. જે દરેક મેચમાં કેકેઆરને સપોર્ટ કરવા આવે છે. જેનો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વીડિયો દેખાઈ રહ્યા છે, જેમાં એક વર્લ્ડ કપ ૨૦૨૩નો છે જેમાં સ્ટેડિયમમાં હાજર મિસ્ટ્રી ગર્લ શ્રેયસ અય્યરની શાનદાર બેટિંગ બાદ ઉભા રહીને તાળીઓ પાડતી જાેવા મળે છે.જ્યારે બીજા વીડિયોમાં દ્ભદ્ભઇ મેચ દરમિયાન ઐય્યરની બેટિંગ દરમિયાન , તે જાેવા મળે છે મિસ્ટ્રી ગર્લ દ્ભદ્ભઇનો ધ્વજ લહેરાવતી જાેવા મળે છે.