એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા-ફેરી બંધ થાય તે મુજબ કાર્યવાહી કરવા સમજ કરેલ જે અનુંસંધાને એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી મળેલ કે મોજે રૂનવાડ ગામ પાસે ડોલોમાઇટની ફેકટરી પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ ઇક્કો ગાડી પલ્ટી ખાઇગયેલી હાલતમાં છે. તેવી મળેલ હકીકત આધારે રૂનવાડ ગામે પાસે જઇ એલ.સી.બી. દ્વારા ખાતરી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ ૪૦૩ કિ.રૂ.૧,૦૮,૮૭૫/- નો મુદ્દામાલ મળી આવતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે. ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ – અલગ બ્રાન્ડની બોટલ નં.૪૦૩ કિ.રૂ.૧,૦૮,૮૭૫/- મારૂતિ ઇક્કો ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/- કુલ કિ.રૂ.૪,૦૮,૮૭૫/- કરવામાં મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.