દિલ્હી-

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવને કોરોના વાયરસ મહામારીના કારણે પરવાનગી આપી શકાય નહી. ચીફ જસ્ટીસ એસ.એ.બોબડેની બેંચે જણાવ્યું હતું કે તહેવારોમાં મોટી ભીડ જામે છે, અને એથી કોઈ છૂટછાટ આપી શકાય નહી. 

22-23 ઓગષ્ટે પર્યુષણના બે દિવસ માટે મુંબઈના દાદર, ભાયખલ્લા અને ચેમ્બુરમાં જૈન મંદિરોને ખોલવાની મંજુરી આપતી વખતે સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળો ખુલ્લે ત્યારે કેન્દ્રની એસઓપીનું કડકપણે પાલન થવું જોઈએ. આવી છૂટછાટ ગણેશ ચતુર્થી અથવા અન્ય મંદિર માટે આપી શકાય નહીં, કેમ કે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.