અમદાવાદ-

કોરોના મહામારીને કારણે જારી કરાયેલા લોકડાઉન બાદ કૉલેજ-યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ફી ભરવાના પૂરતા પૈસા ન હોવાથી લોકડાઉન દરમિયાન ફી માફ કરવામાં આવે તેવી માગ સાથે અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેથી ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે 2 અઠવાડિયામાં પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરી ઠોષ નિણર્ય લેવાનો આદેશ કર્યો છે.

હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં આ મુદ્દે કોન્ક્રીટ નિણર્ય લેવાની બાંહેધરી આપવામાં આવી છે. અગાઉ હાઈકોર્ટે આ મુદ્દે UGCને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો.હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ખાનગી કૉલેજ અને યુનિવર્સિટીમાં ઓનલાઇન અભ્યાસના નામે વિદ્યાર્થીઓ પાસેથી પુરી ફી વસૂલવામાં આવી રહી છે. લોકડાઉન દરમિયાન જે ખર્ચ સંચાલકોને થયો નથી તેનો લાભ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવતો નથી.આ ઉપરાંત કેટલીક ખાનગી યુનિવર્સિટી અને કૉલેજો દ્વારા ફી વસૂલવામાં આવી છે, તે સેટ ઓફ કરવામાં આવે. આ મામલે વધુ સુનાવણી આગામી અઠવાડિયા દરમિયાન હાથ ધરવામાં આવશે.