આણંદ : આણંદ જિલ્લામાં પાંચ પાલિકા સહિત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સ્થાનિક ચૂંટણીઓના પડધમ શરૂ થઈ ગયાં છે. ત્યારે વહીવટી તંત્રએ ચૂંટણી લક્ષી કામગીરીઓનો આરંભ કરી દીધો છે, જેનાં ભાગરૂપે પાલિકાની ચૂંટણી માટેના ૧૧૯૦ બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટનું ઈફસ્ મશીનોનું ફર્સ્‌ટ લેવલનું ચેકિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જાેકે, ૪ ઈફસ્ ખામી યુકત હોવાનું જાણવા મળ્યું હતું.  

આણંદ જિલ્લામાં પાંચ પાલિકા સહિત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટણી યોજવાની છે, જેમાં આણંદ જિલ્લાની આણંદ, ઉમરેઠ, ખંભાત, પેટલાદ અને સોજિત્રા પાલિકાની તથા જિલ્લા પંચાયત અને ૮ તાલુકા પંચાયત ચૂંટણી આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાશે.

આણંદ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તૈયારીઓના ભાગરૂપે હાડગુડ વાલ્મી ખાતે ઈવીએમ મશીનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ફસ્ટ લેવલની ચેકિંગ દરમિયાન બેલેટ યુનિટ કુલ ૯૫૦માંથી કુલ ૯૪૭ કમ્પલિટ કરવામાં આવ્યાં છે. ત્યારબાદ કંટ્રોલ યુનિટ કુલ ૪૨૪માંથી કુલ ૪૨૩ કમ્પલિટ કરી દેવાયા છે, જેમાં ૪ રિજેકટ કરી પાછા મોકલી દેવામાં આવ્યાં હતાં. વધુ માહિતી મુજબ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફર્સ્‌ટ લેવલના ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યા છે. બેલેટ યુનિટ અને કંન્ટ્રોલ યુનિટ કુલ ૨૪૦ તૈયાર કરી દેવાયાં છે.

વિવિધ પક્ષો એગ્રેસિવ મોડમાં આવી ગયાં

પાલિકાઓમાં ભાજપનો અને જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો છે. ત્યારે આ વખતે આણંદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે રસાકસી જાેવાં મળશે. ભાજપ અને કોંગ્રેસ સહિત એનસીપી, આપ સહિતની પાર્ટીઓ કેટલીક બેઠકો પર ઉમેદવારો ઊભાં રાખવાની તૈયારીઓ આરંભી દીધી છે.

દોઢ મહિના સુધી આચારસંહિતા લાગું પડતાં સરકારી કામો અટવાયાં

શનિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેરનામું બહાર પડતાં જિલ્લામાં આચારસહિંતા લાગું પડી ગઇ છે.હ, જેથી હવે આગામી દોઢ માસ સુધી કોઇ પણ સરકારી કામો હાથ ધરાશે નહીં.

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં ૧૬ હજાર નવા મતદારો ઉમેરાયા

નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં ૧૬ હજાર ઉપરાંત મતદારો વધ્યાં છે. ગત ટર્મમાં કુલ ૧,૭૦,૫૩૬ મતદારો નોંધાયાં હતાં, જેમાં ૮૬,૩૮૮ પુરૂષ અને ૮૪,૧૪૮ મહિલા મતદારોનો સમાવેશ થયો હતો. આ વખતે વધીને ૧,૮૬,૬૭૦ મતદારો થયાં છે, જેમાં સ્ત્રીઓની સંખ્યા વધુ ઉમેરાઇ છે. જાેકે, નડિયાદમાં મતદાન મથકમાં પણ ઘટાડો થયો છે. ૨૦૧૫માં ૨૧૫ મતદાન મથકો હતાં. જ્યારે ૨૦૨૧માં ઘટીને ૧૮૧ થઈ ગયાં છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

આણંદ જિલ્લામાં ક્યાં કેટલી બેઠકો પર ચૂંટણી? કોનો છે દબદબો?

આણંદ જિલ્લામાં ૫ નગરપાલિકા ઉપર નજર કરી તો આણંદ નગરપાલિકાના ૧૩ વોર્ડમાં ૫૨ બેઠકો, પેટલાદ અને ખંભાત ૯ વોર્ડની ૩૬ બેઠકો, ઉમરેઠના ૭ વોર્ડની ૨૮ અને સોજિત્રા પાલિકાના ૬ વોર્ડની ૨૪ બેઠકો માટે ચૂંટણી યોજનાર છે. જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો માટે અને તાલુકા પંચાયતમાં આણંદની ૩૪ બેઠકો, ખંભાતની ૨૬ બેઠકો, પેટલાદની ૨૮ બેઠકો, આંકલાવની ૨૦ બેઠકો, સોજિત્રાની ૧૬ બેઠકો, તારાપુરની ૧૬ બેઠકો, ઉમરેઠની ૨૨ બેઠકો અને બોરસદમાં ૩૪ બેઠકો પર ચૂંટણી યોજાશે. હાલ જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો છે.

નડિયાદ પાલિકાના આ વોર્ડમાં ઊથલપાથલ થશે

નડિયાદ પાલિકાની નવી બેઠક વ્યવસ્થાના કારણે વોર્ડ નં. ૨, ૪, ૫ અને ૧૦માં પુરૂષ સભ્યો માટે મુશ્કેલી વધી ગઇ છે. આ બેઠક સ્ત્રી અનામત થઇ છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવી બેઠક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. વિવિધ કેટેગરીમાં ફેરફાર કરાયાં છે. વોર્ડ નં.૨માં પછાતવર્ગ મહિલાની એક બેઠક જાહેર કરી છે. તેવી જ રીતે વોર્ડ નં.૪માં અનુસુચિત જાતિ મહિલા માટે એક બેઠક ફાળવવામાં આવી છે. વોર્ડ નં. ૫માં પછાતવર્ગ પુરૂષની બેઠકમાં પછાત વર્ગ સ્ત્રી કરવામાં આવી છે. વોર્ડ નં.૧૦માં અનુસુચિત જાતિ સ્ત્રી અને પુરૂષમાં એક બેઠક પછાત વર્ગ માટે અનામત કરાઇ છે. જેને કારણે આ બેઠક પર અનુસુચિત જાતિ પર લડતાં પુરૂષની ટિકીટ કપાય તેવૅ શક્યતા છે.

આણંદ જિલ્લાની વિવિધ ચૂંટણીનો કાર્યક્રમ

ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરાઇ છે. ૮મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે, જયારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા. ૧૩મી ફેબ્રુ. રહેશે. ઉમદેવારીપત્રોની ચકાસણી ૧૫મી ફેબ્રુઆરીના રોજ કરાશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તા. ૧૬મી ફેબ્રુઆરી રહેશે, જ્યારે ૨૮મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે.

ખેડામાં ૧૫૨ બેઠક ૨.૬૮ લાખ મતદારો મતદાન કરશે

ખેડા જિલ્લાના નડિયાદ સહીત પાંચ પાલિકા અને આઠ તાલુકા પંચાયતની ચૂંટણી આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. જેમાં નડિયાદ, કપડવંજ, ઠાસરા, કંજરી અને કઠલાલ નગરપિલકાની ચૂંટણીમાં ૧૫૨ બેઠક પર જંગ જામશે. ૨.૬૮ લાખ મતદારો મતદાન કરશે.