નસવાડી, તા.૨૭ 

નસવાડી તાલુકાના ખેડૂતો ગમેતે ભોગે ખાતર મળી રહે તેવું ઇચ્છતા હોય છે. પરંતુ શોસ્યલ ડિસ્ટસિંગનું પાલન કરાવવા નું કામ જેતે ડેપો પર બેઠેલા અધિકારી નું હોય છે. નસવાડી તાલુકામાં આ વાઇરસ હજુ કાબુ મા છે પરંતુ જો આ કોરોના વાઇરસ નસવાડી તાલુકામાં જો માથું ઉચકશે તો નસવાડી તાલુકા માં કોરોન બેકાબુ બનતા વાર નહિ લાગે જેથી આવા ખાતર ના ડેપો સંચાલકો ને સ્થાનિક પ્રશાસન કડક સૂચના આપી અને ખેડૂત ગ્રાહકો ને સોશ્યલ ડિસ્ટસિંગ નું પાલન કરવા જણાવે તેવી લોક માગ છે.

હાલ માં જ્યારે કોવીડ૧૯ નો ખોફ આખી દુનિયા મા છે તેવા મા આપણો ભારત દેશ પણ બાકાત નથી આ કોવીડ૧૯ ના કેસ ભારત દેશ માં રોજ હજારો ની સંખ્યા મા બધી રહ્યા છે જ્યારે આપણા ગુજરાત રાજ્ય પણ અત્યારે દેશ માં ત્રીજા નંબર પર ચાલી રહ્યું છે તેવામાં સરકાર પણ કોરોના સામે જાણે લાચાર થઈ ગઈ છે. ગઈ કાલે બોડેલી તાલુકા ના બોડેલી ગામ માં ૨૧ કેશ કોરોના પોજેટીવ આવ્યા હતા જેને કારણે સમગ્ર છોટાઉદેપુર જીલ્લા નું વહીવટ તંત્ર સ્તબ્ધ થઈ ગયું હતું આ કોરોના વાઇરસ ફેલાવા નું મૂળ કારણ વધુ પડતું સંક્રમણને ગણાવામાં આવ્યું છે હવે જો સંક્રમણ થી જો કોરોના વાઇરસ ફેલાતો હોય તો આજ રોજ નસવાડી છ.ઁસ્.ઝ્ર માં આવેલ ય્છ્‌ન્ના ડેપો પર સવાર થી હજારોની સંખ્યા માં ખેડૂતો ખાતર લેવા લાઇનમાં ઉભા હતા અને તેમાં પણ કોઈ પણ પ્રકાર નું અંતર જળવ્યા વગર તો શું અહીંયા આ સંકમણ થી કોરોના વાઇરસ નહી ફેલાઈ ? આ આવેલ ખેડૂતો ને કદાચ મેડીકલી કોઈ જ્ઞાન નહી હોય પરંતુ જે ય્છ્‌ન્ ના ડેપો પર અધિકારી બેસે છે તેમને તો હશે ને ખેડૂતો તો પોતાની ખેતી બચાવવા માટે યુરિયા ખાતર લેવા આવ્યા હતા કેમ કે ખાતર નો જથ્થો પણ અપૂરતો આવતો હોય છે.