આણંદ, તા.૧ 

કોરોનાના કહેર વચ્ચે અને વરસાદ આગમન પહેલા તંત્ર ની પોલમ પોલ ખુલ્લી પડી છે. આણંદમાં આવેલાં બાકરોલ ગામમાં ઘંટી ચોક વિસ્તારમાં ગટર ગંધાતા પાણી ઉભરાતાં જાહેર માર્ગ ઉપર રેલાયા છે. જેને લઈ સ્થાનિક રહીશોના આરોગ્ય સામે ભયંકર જાખમ ઊભૂં થવા પામ્યું છે. જાહેર આરોગ્ય અને સુખાકારીની જવાબદારી જે તંત્રના શીરે છે તે તંત્રના શાસકોને પણ સ્થાનિક નાગરિકોની કોઈ ચિંતા નથી. આગામી દિવસોમાં વરસાદની સીઝનમાં આ વિસ્તારમાં રોગચાળારૂપી આફત ત્રાટકે તે પૂર્વે પાલિકાનું નઘરોળ તંત્ર આળસ ખંખેરી પ્રજાલક્ષી કામો પ્રત્યે જાગૃત બને તેવી સ્થાનિકોની માગણી છે.