વડોદરા, તા. ૨૧

સમગ્ર જીલ્લામાં વરસાદની આગાહીઓ વચ્ચે મુશળધાર વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં સરીસૃપો નીકળતા રહીશોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. શહેરમાં એક જ દિવસમાં બે મહાકાય મગરો અને અજગરનું રેેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતા. સમગ્ર જીલ્લા અને શહેરમાં કાળાં ડિબાંગ વાદળાઓ વચ્ચે મુશળધાર વરસાદ ખાબક્તા વિવિધ વિસ્તારોમાં સરીસૃપો નીકળવાના બનાવો સામે આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ભેજવાળા વાતાવરણના કારણે છશવારે સરીસૃપો નિકળતા જાેવા મળ્યા હતા. આજે પણ રાજમહેલ ખાતે આઠ ફુટ લાંંબો મહાકાય મગર દેખાતા રહીશોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. પરતું વન વિભાગના કાર્યકરો ધટના સ્થળે પહોંચીને રેસ્ક્યું કરતા રહીશોમાં હાશકારો અનુભવાયો હતો. કલાલી ખાતેની સાઈટ પાસે એક પાણી ભરેલા ખાડામાં ૫.૫.ફુટનો મગર દેખાતા સાઈટ પર કામ કરતા કાર્યકરોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. પરતું ગુજરાત એસ.પી. સી.એ. અને વાઈલ્ડ લાઈફ સંસ્થા દ્વારા સ્થળ પર પહોંચીને પાંચ કલાકની જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ અનવે તેને પણ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. તે સિવાય સાકરદા ગામમાં પણ છ ફુટ લાંબો અજગર પકડાતા જસ્ટ કોલ એનીમલ સંસ્થા દ્વારા તેનુ રેસ્કયું કરીનેે વન વિબાગને સોંપવામાં આવ્યો હતો.