શ્રીનગર, તા.૭

જમ્મુ કાશ્મીરના શોપિયામાં આજે સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આજે સવારે દક્ષિણ કાશ્મીરમાં શોપિયાના રેબન વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાના સમાચાર મળ્યા હતા. સવારથી જ સુરક્ષાદળોનું ઓપરેશન ચાલી રÌšં હતું. જ્યારે સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા તો આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ચાર આંતકીને ઠાર કરવામાં આવ્યા છે. હાલ સુરક્ષાદળોનું ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સુરક્ષાદળોને સતત મોટી સફળથાઓ મળતી રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહથી સુરક્ષાદળોએ તપાસ અભિયાન વધાર્યું છે. જે દરમિયાન ઘણા મોટા આતંકી કમાન્ડર અથડામણમાં ઠાર કરવામાં આવ્યા છે.