ગાંધીનગર, ગુજરાતમાં અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ સત્તામાં છે, ત્યારે કેટલાક સમયથી ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીમાં એન્ટી ઇન્કમબન્સીનો ભય સતાવી રહ્યો છે. ત્યારે ભાજપના મોવડીમંડળ દ્વારા વિજય રૂપાણી સરકારનું રાજીનામું લઈ લીધું હતું. તેમના સ્થાને પ્રથમ વખત ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દીધા છે. મંત્રીમંડળમાં પણ નો રિપીટ થિયરી અપનાવી છે. ત્યારે હવે આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ૫૦ ટકા કરતાં વધુ ધારાસભ્યોને ઘરે બેસાડીને તેના સ્થાને નવા ઉમેદવારોને મેદાનમાં લાવવાની હિલચાલ ચાલી રહી છે.ગુજરાતમાં વર્ષ ૧૯૯૫થી ભાજપ સત્તા ઉપર છે, જાે કે શંકરસિંહના ખજુરાહો કાંડના કારણે બેથી અઢી વર્ષ સત્તાથી વિમુખ રહી હતી. જાે કે ત્યાર બાદ ભાજપ સતત સત્તામાં છે. જાે કે અત્યાર સુધી ભાજપની સામે કોંગ્રેસ એક માત્ર વિપક્ષ તરીકે કાર્યરત હતો. જેથી ભાજપને તેની ચિંતા ન હતી. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી આમ આદમી પાર્ટી-‘આપએ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. ત્યારથી ‘આપગુજરાતમાં એક સબળ વિપક્ષ તરીકે ઊભરી આવ્યો છે. રાજ્યની મનપાની ચૂંટણીમાં સુરત ખાતે ‘આપ ૨૭ બેઠકો જીતીને એક વિપક્ષ તરીકે આવ્યો છે.ગુજરાતમાં લાંબા શાસન બાદ હવે કોંગ્રેસ ઉપરાંત ‘આપનો પણ જનતાને વિકલ્પ મળ્યો છે. તેવા સંજાેગોમાં ભાજપના મોવડી મંડળને એન્ટી ઇન્કમબન્સીનો ભય સતાવી રહ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી ન હોવા છતાં ભાજપની બેઠકો ઘટીને ૧૦૦ ની અંદર આવી હતી. જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉપરાંત આપ પાર્ટી પણ મેદાનમાં છે. જેથી ભાજપને હવે એન્ટી ઇન્કમબન્સીનો ભય પેસી ગયો છે. આ ભયથી ભાજપ મોવડી મંડળ દ્વારાપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સફળ પાંચ વર્ષની ઉજવણી કરાયા બાદ  રાજીનામા લઈ લેવાયા હતા જેના કારણે રાજકીય ગરમાવો જાેવા મળ્યો છે.એન્ટી ઇન્કમબન્સીના કારણે રાજ્યમાં નો-રિપીટ થિયરી સાથે નવી ભૂપેન્દ્ર પટેલ  સરકારની રચના કરાઈ છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના  મંત્રી મંડળના  તમામ સભ્યો નવા અને યુવા મંત્રીઓને લેવાયા છે. હવે વર્ષ ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની  ચૂંટણીને લઈને ભાજપનું મોવડી મંડળ હરકતમાં આવી ગયું છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં  પણ નવી સરકારની જેમ ધારાસભ્યોમાં પણ ‘નો-રિપીટની થિયરી અપનાવવામાં આવી શકે છે. પ્રવર્તમાન ધારાસભ્યોમાંથી ૫૦ ટકાથી વધુ ધારાસભ્યોને ઘરે બેસાડી દઈને તેમના સ્થાને નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી શકે છે. વિધાનસભાની આગામી ચૂંટણીમાં ટિકિટ માટેની ગતિવિધિઓ અને ગણગણાટ શરૂ થઈ ગયો છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ દ્વારા વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પૂર્વે સ્પષ્ટતા કરવી પડી છે. જાે કે ભાજપ દ્વારા એવો ખેલ પાડવામાં આવ્યો છે કે, એક બાજુ ભાજપે એવી જાહેરાત કરી છે કે, ૬૦ વર્ષથી વધુ  ઉંમરનાને વિધાનસભાની ટિકિટ નહીં મળે, જ્યારે બીજી તરફ એવું આયોજન કરાઇ રહ્યું છે કે, જે સભ્ય સળંગ ત્રણ ટર્મથી ચૂંટાઈ રહ્યા છે તેવા ધારાસભ્યોને ફરીથી ટિકિટ ન આપવી, એટલે પ્રવર્તમાન ભાજપના ધારાસભ્યો પૈકીનાં મોટા ભાગના મોટાભાગના સિનિયર ધારાસભ્યો ઘેર બેસી શકે છે.આમ ભાજપનું મોવડી મંડળ આગામી વિધાનસભાની ચૂંટણીમાં એન્ટી ઇન્કમ બન્સીને ખાળવા માટે વર્તમાન ધારાસભ્યોમાંથી ૫૦ ટકા કરતાં વધુ સિનિયર ધારાસભ્યોને ઘરે બેસાડી શકે છે.