વાંસદા વાંસદા પોલીસે મથકના સિનિયર પી.એસ.આઈ. વિરેન્દ્રસિંહ વાઘેલા તેમની ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તેમની ટીમને બાતમી મળી હતી કે, વણારસી ગામે વચલા ફળિયામાં રહેતો પરસોતભાઈ બહાદુરભાઈ પટેલ આંકડા લખી વરલી મતકાનો હરજીતનો જુગાર રમાડે છે, તેમજ હાલમાં પણ તેની પ્રવૃત્તિ ચાલુ જ છે. સ્ટાફને બાતમીથી વાકેફ કરી સરકારી તથા ખાનગી વાહનમાં બેસી બાતમી વાળી જગ્યાએ જતા એક ઈસમ વરલી મટકાના આંક લખતો હોય અને બીજા ઈસમ ટોળું વળીને ઉભા હતા તેથી કોર્ડન કરીને રેઇડ કરતાં તમામ લોકો પકડાઈ ગયા હતા. જેમના નામ ઠામ પૂછતાં પરસોતભાઈ બહાદુરભાઈ નાયકા પટેલ,, જ્યોતિષભાઈ બચુભાઈ નાયકા પટેલ, અલ્કેશભાઈ વલ્લભભાઈ વળવી, હસમુખભાઈ પ્રવીણભાઈ ગાવડા, મનિષભાઈ રોશનભાઈ ગાવડા,ને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ કુલ રૂ.૨૧,૦૩૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો તેમજ આગળની તપાસ સિનિયર પી.એસ.આઈ. વિરેન્દ્રસિંહ વાઘેલા કરી રહ્યા છે.