વલસાડ કોંગ્રેસના ગઢ ગણાતા ધરમપુર તાલુકામાં તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજાે હતો પરંતુ ૨૦૨૧ ની ચૂંટણીમાં કોંગ્રેસી નેતાઓ ટિકિટની ફાળવણી બાબતે ભારે બેદરકાર બનતા ભાજપે આ બેઠક પર ફતેહ હાંસલ કર્યો છે. ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરીના કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા અને યુવા કોંગ્રેસ નેતા કલ્પેશ પટેલે તાલુકાપંચાયતની નાની ઢોલડુંગરી બેઠક પર દાવેદારી નોંધાવી હતી. કલ્પેશ પટેલ કપરા સમયે કોંગ્રેસની પડખે અડીખમ ઉભા રહેલા ધરમપુર વિધાન સભાના માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના જમાઈ છે. પોતે પણ કોંગ્રેસને તન, મન ,ધનથી સેવા બજાવતા આવ્યા છે. ધરમપુર વિસ્તાર ના જ રહીશ કોંગ્રેસના માજી સાંસદ કિશન પટેલ અને ઈશ્વર પટેલ વચ્ચે રાજકીય બાબતે અણબનાવ હોવાની લોકોમાં બુમ ઉઠી છે બન્ને એકજ પક્ષના છે પરંતુ બંનેને સત્તા પર એકબીજા ને જાેવાનું ગમતું નથી ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ જીત્યું હતું.તાલુકા પંચાયતના પ્રમુખના હોદ્દા ને લઈ બન્ને વચ્ચે વિવાદ થયો હોવાનું લોકોમાં ચર્ચાયું હતું. વિધાન સભા ની ચૂંટણીમાં ધારાસભ્ય ઈશ્વર પટેલ ભાજપના અરવિંદ પટેલ સામે હારી ગયા હતા.જે ચૂંટણીમાં ધરમપુર તાલુકામાં કોંગ્રેસમાં જ બે ભાગ પડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. અહીં એકજ પક્ષના બે દિગ્ગજ નેતાના આપસી વિવાદમાં ભાજપને મોકળું મેદાન મળી ગયું હતું. કોંગ્રેસના ઉચ્ચ નેતાઓના વિવાદમાં આદિવાસી પ્રજા કોંગ્રેસથી વિમુખ થઇ ભાજપ તરફ આકર્ષાઈ હતી.ધારાસભ્ય ઈશ્વર પટેલના જમાઈ કલ્પેશ પટેલની કોંગ્રેસ દ્વારા ટિકિટ કાપતા કોંગ્રેસી સમર્થકનેે આશ્ચર્ય થયું હતું. પરંતુ કલ્પેશ પટેલ કોંગ્રેસ ની ટિકિટ થી કપાતા જરા પણ હતાશ થયા વગર પોતાના દમ પર અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. કલ્પેશ પટેલે સામે ભાજપ -કોંગ્રેસ બન્ને પક્ષો ના ઉમેદવારો હાર્યા હતા.