વોશિંગ્ટન,તા.૩

અમેરિકી રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ આગામી સપ્તાહે ભારતને બક્ષિસરૂપે આપવામાં આવેલા ૧૦૦ વેÂન્ટલેટર્સની પહેલી ખેપ મોકલવા તૈયાર છે તેમ જણાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કોન્ફરન્સ કોલ દરમિયાન વડાપ્રધાન મોદીને આ વાત જણાવી હતી અને વ્હાઈટ હાઉસે તેની પૃÂષ્ટ કરી છે. 

વ્હાઈટ હાઉસના અહેવાલ પ્રમાણે રાષ્ટÙપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી અને બંને નેતાઓએ જી-૭ સમિટ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં સુધારો, કોરોના વાયરસનું સંકટ અને ક્ષેત્રીય સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી.

વ્હાઈટ હાઉસે રાષ્ટÙપતિ ટ્રમ્પ અમેરિકા ભારતને ૧૦૦ ડોનેટેડ વેÂન્ટલેટર્સની પહેલી ખેપ મોકલવા તૈયાર છે તેમ જણાવતી વખતે ખુશ હતા તેમ જાહેર કર્યું હતું. વાતચીત દરમિયાન ટ્રમ્પે મોદીને જી-૭ સંમેલન માટે આમંત્રણ આપ્યું હતું અને ભારતને તેમાં સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન મોદીએ પણ કોરોના પછીના સમયગાળામાં આ પ્રકારના મજબૂત સંગઠન(જી-૭)ની જરૂર છે તેમ જણાવ્યું હતું. તેમણે આ સંમેલનની સફળતા માટે અમેરિકા અને અન્ય દેશ સાથે મળીને કામ કરે તે પ્રસન્નતાનો વિષય છે તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે અમેરિકામાં પ્રવર્તમાન હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને Âસ્થતિ જલ્દી થાળે પડે તેવી આશા વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ગત ૧૬ મેના રોજ તેઓ ભારતને બક્ષિસરૂપે વેÂન્ટલેટર્સ આપશે તેમ જાહેર કર્યું હતું અને Âટ્‌વટમાં તેનો ઉલ્લેખ કરી તેઓ ૨૦૦ વેÂન્ટલેટર્સ આપી શકે છે તેમ જણાવ્યું હતું.