વડોદરા, તા. ૧૪

જમ્મુ ખાતે ફરજ બજાવતા જવાન તુલસીભાઈ બારૈયા ટ્રકમાં કામ અર્થે જઈ રહ્યા હતા. તે સમયે ટ્રકનું અકસ્માત થતા તેઓને ગંભીર ઈજા પહોંચ્યા બાદ તેઓ શહિદ થયા હતા. શહિદ થયાની જાણ થતા જ તેમના ગ્રામજનો સહિતના શહેરીજનોમાં દુઃખની લાગણી જાેવા મળી હતી.

જમ્મુ – કશ્મીર ખાતે ફરજ બજાવતા બોડેલી તાલુકાના તુલસીભાઈ બારૈયા છેલ્લા દસ વર્ષથી દેશની સેવામાં ખડેપગે હાજર રહ્યા છે. ગત તા.૧૩ નારોજ તેઓ કામઅર્થે ટ્રકમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા. તે દરમ્યાન ગમખ્વાર અકસ્માત સર્જાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલીક સરવાર હેઠળ શ્રીનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના પરીવારજનોને પણ હોસ્પીટલ બોલાવી લેવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સવારે મૃત જાહેર કરાતા તેમનો પાર્થિવ દેહ બપોરે વડોદરા એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને સૈન્ય દળના વડા તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને તેમના વતન લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.