સુરત, તા.૨ 

સુરતમાં કોરોનાથી કુલ કેટલા મૃત્યુ પામ્યા છે તેના આંકડામાં ખૂબ મોટી વિસંગતતા દેખાઇ રહી છે. રાજ્ય સરકાર પ્રમાણે સુરતમાં ૩૮ ના મૃત્યુ થયા છે જ્યારે સુરત મ્યુ. કોર્પોરેશન કહે છે કે ફક્ત ૧૭ ના જ મોત થયા છે. આમ કોરોનાના રેકોર્ડ રાખવામાં કેવું ધુપ્પલ ચાલે છે તે દેખાઇ રહ્યું છે. હાલ રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ સુરતમાં ધામા નાંખ્યા છે ત્યારે આ લોલમલોલ બહાર આવ્યું છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિએ સુરતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના થી થતા મોતના આંકડા છુપાવવામાં આવતાં નથી પરંતુ જયંતિ રવિ ને સરકાર ની યાદી ખોટા પાડી રહી છે. રાજ્ય દ્વારા જાહેર થતાં કોરોનાથી મોતના આંકડા અને શહેરની મનપા. જિલ્લા પંચાયતો અને નગરપાલિકાની જે યાદી બહાર પાડવામાં આવે છે તેમાં મોટો તફાવત હોય છે રાજ્યની યાદી માં જણાવવા માં આવતા આંકડા ઓછા હોય છે ત્યારે પાલિકાની યાદીમાં આંકડા વધુ હોય છે કોરોનાથી મૃતકની સંખ્યા બાબતે જાણીજોઈને ઓછા આંકડા બહાર પાડતું હોય તે સ્પષ્ટ થયું છે.

સુરત શહેરમાં કોરોના થી થયેલા મૃતકોના આંકડા અને રાજ્ય સરકાર દ્વારા જારી થતી સરકારી યાદીમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે છેલ્લા છ દિવસમાં સુરત મનપા ની યાદી મુજબ કોરોનાના ૩૮ દર્દીઓ મોત પામ્યાનું દર્શાવાયું છે જ્યારે રાજ્યની યાદીમાં આ આંકડો માત્ર ૧૭ નો રહ્યો છે. તારીખ પ્રમાણે જોઈએ તો ૨૬મી જૂને રાજ્યની યાદીમાં સુરત કોર્પોરેશન વિસ્તાર મૃતક ની સંખ્યા ૩ અને મનપાની યાદીમાં ૩ છે. ૨૭ મી મે રાજ્ય અને મનપાની યાદીમાં અનુક્રમે સંખ્યા ૨ અને ૩. તારીખ ૨૮મી જૂને ૨ અને ૫. તારીખ ૨૯મી જુને ૨ અને ૯. તારીખ ૩૦ મી જુને ૪ અને ૯. તારીખ પહેલી જુલાઇએ ૪ અને ૯.આમ છેલ્લા ૬ દિવસમાં રાજ્ય ની યાદી પ્રમાણે શહેરમાં મૃતકોની સંખ્યા ૧૭ થાય છે જ્યારે મનપા ની યાદી મુજબ આ આંકડો ૩૮ થવા જાય છે. આમ રાજ્ય અને મનપાની યાદીમાં ૨૧ મૃતકોનો તફાવત રહ્યો છે. કોરોના સંબંધિત રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે વેબસાઈટો માહિતી પૂરી પાડે છે તે રાજ્યની યાદીના આંકડા નો ઉલ્લેખ સ્પષ્ટ કરે છે.ત્યારે કોરોનાના મૃતકોની સંખ્યા ઓછી રહે છે આમાં આંકડો કઈક અલગ જ રહે છે અને જે સુરત અને રાજ્યની યાદીના મોતની સંખ્યા પરથી ખ્યાલ આવી રહ્યો છે. 

સુરતમાં કોરોનાના કેસનો આંક ૫૦૦૦ ને પાર નવા ૧૯૧ પોઝિટિવ કેસ નોંધાયાઃલોકોમાં ભય

હાહાકાર મચાવનાર કોરોના વાયરસે રાજયમા અમદાવાદ બાદ સુરતમાં તેનો કાળો કહેર વર્તાવી રહ્ના છે. રોજબરોજ વધતા જતા કેસો વચ્ચે મરણાંકની સંખ્યામાં પણ ભારે ઉછાળો આવતા રાજયના આરોગ્ય અગ્ર સચિવ ડો, જયંતી રવીની પણ ઉંધ ઉડી જવા પામી છે અને છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં ધામા નાંખ્યા છે. મનપા સહિતના સંબંધીત તંત્ર સાથે શ્રેણીબંધ બેઠકોનો દોર ચલાવી રહ્ના છે તે વચ્ચે આજે ગુરુવારે વધુ ૧૯૧ કેસ સપાટી પર આવ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા ૫૦૮૪ અને મુત્યુઆંક ૧૯૦ ઉપર પહોચી ગયો છે. કોરોના વાયરસ શહેરી વિસ્તારમાં બેફામ બન્યો છે. રોજબરોજ કોરોના સંક્રમીત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્ના છે. કોરોના મહામારીનું સંંક્રમણ અમદાવાદ બાદ હવે સુરત શહેર જિલ્લામાં અત્યંત તેજ ગતિએ વધી રહ્નાં છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસનો આંકડો ૫૦૮૪ ઉપર પહોચી ગયો છે અને શહેરમાં ૧૯૧ દર્દીઓના મોતશ્વના મુખમાં હોમાઈ ચૂક્યા છે. આ કેસોમાં કતારગામ, વરાછા વિસ્તારના ગીચ વસ્તી ધરાવનાર વિસ્તારોમાં કેસ વધતા હોવાને કારણે તકેદારી રાખવી ખુબજ જરૂરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સુરત કોરોના હોટસ્્રપોટ બન્યું છે. રોજબરોજ કોરોના સંક્રમીત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્ના છે જેમાં ખાસ કરીને કોરોનાએ કતારગામ વિસ્તારને પોતાની જાળમાં ફસાવ્‌.યો હોય તેમ કતારગામ વિસ્તારમાં થોકબંધ કેસો આવી રહ્ના છેશ્વ, સુરતમાં ચિંતાજનક વધતા જતા કેસોને લઈને રાજયના આરોગ્ય અગ્ર સચિવ ડો,.જયંતી રવિ છેલ્લા ત્રણ દિવસથી સુરતમાં ધાશ્વમા નાંખ્યા છે.

આંકડામાં ધુપ્પલ

તારીખ. મનપા રાજ્ય

૨૬મી જૂન ૦૩ ૦૩

૨૭મી જૂન ૦૩ ૦૨

૨૮મી જૂન ૦૫ ૦૨

૨૯મી જૂન ૦૯ ૦૨

૩૦મી જૂન ૦૯ ૦૪

૧લી જૂલાઇ ૦૯ ૦૪

કુલ ૩૮ ૧૭