અબુધાબી

ગુરુવારે અબુધાબીમાં ચાલી રહેલી ફોર્મ્યુલા 3 એશિયન ચેમ્પિયનશિપમાં ભારતીય ડ્રાઈવર જેહાન દારુવાલાએ મુંબઈ ફાલ્કન્સ માટે જીત મેળવી હતી. પ્રથમ ક્વોલિફાઇંગ સેશનમાં જહાન એકમાત્ર રેસર હતો જેણે એક મિનિટથી 52 સેકંડથી ઓછો સમય લીધો હતો. તમને જણાવી દઈએ કે મુંબઈ ફાલ્કન્સની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આ પહેલી જીત છે. ભારતીય ટીમ દ્વારા એશિયન ફોર્મ્યુલા 3 ચેમ્પિયનશીપમાં પણ આ પહેલો વિજય છે.