અંગ્રેજ હાકેમની અદામાં એક દિવસ ‘કલાનગરી’ની આર્ટ ગેલેરી સ્માર્ટ સિટીના નામે છીનવી લેવાઈ. આજે આ વાતને વર્ષો વિત્યાં. લોકોના કરોડો રૂપિયાનો વહીવટ ઠોકતી પાલિકાના શાસકો વડોદરાના ‘કલાનગરી’ બિરૂદને સાર્થક રાખતા તસવીરકારો-શિલ્પકારો જેવા બહુક્ષેત્રિય કલાકારોને પોતાની કૃતિઓ જાહેર જનતા સમક્ષ પ્રદર્શિત કરવા એક સન્માનનીય ‘આર્ટ ગેલેરી’ નથી આપી શક્યા. શરમજનક બાબત એ નથી કે તેઓ ‘આર્ટ ગેલેરી’ આપી નથી શક્યા, શરમજનક બાબત એ છે કે તે નહીં આપી શક્યાની તેમને શરમ સુધ્ધાં નથી..! વડોદરાના તસવીરકારોએ એમનો રોષ - એમની માગણી અને લાગણી વ્યક્ત કરવા ‘વર્લ્ડ ફોટોગ્રાફી-ડે’ નિમિત્તે સુરસાગરની રેલિંગ પર પોતાની તસવીરો ટાંગી પ્રદર્શન યોજ્યું. (વધુ અહેવાલ પાન-૩)