અમદાવાદ-

કાંધલ જાડેજા ને ગેરકાયદે હથિયાર રાખવાના કેસ માં પુરાવા ના અભાવે હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.પોરબંદરના કુતિયાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને ગુજરાત હાઈકોર્ટમાં ગેર કાયદે હથિયાર રાખવાના ચાલતા કેસ માં રાહત મળી છે. વર્ષ 1998માં પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર રાખવાની ફરિયાદમાં પુરાવાના અભાવે હાઈકોર્ટે ધારાસભ્ય કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કર્યાં છે. હાઈકોર્ટે કાંધલ જાડેજાની ડિસ્ચાર્જ અરજી મંજુર કરી છે.

કાંધલ જાડેજા સામે હાલ 15 કેસો નોંધાયેલા છે. આ 15 કેસોમાં ગેરકાયદેસર હથિયાર, ખંડણી, હુમલો, રમખાણ, કસ્ટડીમાંથી ફરાર થવું અને નકલી દસ્તાવેજો સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.સુપ્રીમ કોર્ટની સૂચના બાદ ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટોને નિર્દેશ આપ્યો છે કે, ગુજરાતના વર્તમાન અને પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામે ચાલી રહેલા કેસોની નિયમિત સુનાવણી કરી સત્વરે તેનો નિકાલ કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટમાં કાંધલ જાડેજા સામેના પડતર કેસોની સુનાવણી પણ શરૂ કરવામાં આવી હતી જેમાં આ કેસ માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.