વડોદરા : વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ અને તાલુકા પંચાયતોની ૧૬૮ ઉપરાંત પાદરા, ડભોઇ અને સાવલી નગર પાલિકાઓની ચૂંટણીઓને માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. પસંદગી પામેલા ઉમેદવારો પૈકી ઉમેદવારો આવતીકાલે ૧૨મીના રોજ ૧૨.૩૯ના વિજય મુહર્તમાં ઉમેદવારી નોંધાવશે એમ પક્ષના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું. આ જાહેર કરાયેલા ઉમેદવારોમાં વાલ્મિકી સમાજના એકપણ ઉમેદવારને સ્થાન ન અપાતા તેઓએ વડોદરા જિલ્લા ભાજપના સમારોડ સ્થિત કાર્યાલય ખાતે હંગામો મચાવ્યો હતો. આ યાદીમાં વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પુત્રીનું પત્તુ કાપી નાખવામાં આવ્યું છે. તેમજ તેઓના સ્થાને કલ્પનાબેન પુરષોત્તમ પટેલને ટીકીટ આપવામાં આવી છે. આ ઉપરાંત પોરની રસાકસીભરી બેઠકને માટે જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિન પટેલ (કોયલી)ના સમર્થનવાળા ઉમેદવાર અશોક પટેલ હરીફોને હંફાવીને મેદાન મારવામાં સફળ રહયા છે. જ્યારે ડભોઇની સીમળીયા બેઠકને માટે સ્થાનિક ધારાસભ્યના શૈલેષ મહેતા -સોટ્ટાના ચુસ્ત ટેકેદાર અશ્વિનકુમાર છીતાભાઈ પટેલ પર પસંદગીનો કળશ ઢોળાયો છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય બાલુ ઢોલારે પોતાના પુત્ર સહજાનંદને માટે માગેલી બેઠકની માગને સગાંવાદના ધોરણે ફગાવી દેવામાં આવી હતી. વડોદરા જિલ્લા અને આઠ તાલુકા પંચાયત તેમજ ત્રણ નગર પાલિકાઓને માટે આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની યાદીનો અંતિમ ર્નિણય લેવામાં આવ્યો છે. જયારે કોંગ્રેસ દ્વારા આ બાબતનો ર્નિણય આવતીકાલે ૧૨મી ફેબ્રુઆરીના રોજ લેવાઈ જશે એમ મનાઈ રહ્યું છે. જાેકે ભાજપની માફક કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગીને લઈને ભાંજગડ ચાલી રહી છે. જેને ડેમેજ કંટ્રોલ કરવાને માટે નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. જેથી કરીને મોટાભાગની બેઠકો અગાઉની ચૂંટણીની માફક જળવાઈ રહે. વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિન પટેલ દ્વારા જે જે નામોની ભલામણ કરવામાં આવી હતી.એ તમામ નામો પૈકી મોટાભાગના નામોને મંજૂરીની મોહર મારવામાં આવી છે. જાે કે તેમ છતાં આ નામોની પસંદગી સામે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અને ત્યારબાદ પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે.

મધુ શ્રીવાસ્તવની દાદાગીરી સામે ભાજપા નતમસ્તક થયું?

વાઘોડિયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ચાર જિલ્લા પંચાયત અને ૨૦ બેઠક વાઘોડિયા તાલુકા પંચાયત માં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતાં ભાજપમાં ભડકો થયો છે. નારાજ હિન્દુ સંગઠનના કાર્યકરોમાંથી કોઈને ટિકીટ નહિ મળતાં કાર્યકરોએ સંગઠનની ઓફિસ પરથી ભાજપ પ્રમુખ કાર્યાલયનુ બોર્ડ ઉતારી શટર બંધ કરી દેતા નારાજગી જગજાહેર થઈ હતી. હિન્દુ સંગઠનના આગેવાનો અને સંગઠણના કાર્યકરો અદૃશ્ય થતા બંધ કાર્યાલય બહાર ગણ્યાગાંઠ્‌યા ભાજપના કાર્યકરો જાેવા મળ્યા હતા.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે જે રીતે સંગઠનના ઉમેદવારોને પ્રાથમિકતા આપવાની વાત કાર્યકરો સાથે કરી હતી તેમાં હિન્દુ સંગઠનના કાર્યકરોને દગો થયો હોય તેમ કાર્યકરોએ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખના માથે દોષનો ટોપલો ઠાલવ્યો હતો. નારાજ સંગઠન સાથે ચર્ચાવિચારણા કરી મનાવવાના પ્રયાસો હાથ ધરાશે તેમ લાગી રહ્યું છે. જાેકે દબંગ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ સામે ભાજપા નતમસ્તક થઈ ગયું હોય તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે. જિલ્લા પંચાયત ગોરજની સીટ પર અનુસંધાન પાન નં.૯...

નીલમ નિગમની ટિકીટ નહીં આપવા સામે સી.આર પાટીલે સગાવાદની વાત આગળ ઘરી હતી. તેજ પ્રમાણે તેમના પુત્ર દિપક શ્રી વાસ્તવને વોર્ડનં ૧૫ વડોદરાની ટિકીટ આપવાનો ઈન્કાર કર્યા બાદ નારાજ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રાજી કરવા પાછલા બારણે ટિકીટના સોગઠાં ગોઠવાયાં હોય તેવું સંગઠનના કાર્યકર્તાઓ માની રહ્યા છે.

વાઘોડિયા-૨ તાલુકા પંચાયત માટે કુન્દન પટેલ અને શાંતીલાલ રબારી વચ્ચે બેઠકને લઈ ખુદ ભાજપે ગજગ્રાહ વધાર્યો છે.વેપારી અને પટેલ જ્ઞાતિના મતદાતાઓ પર કુન્દન પટેલનુ વર્ચસ્વ હોઇ તેના બદલે વાઘોડિયા બેઠક-૧ પર ટિકીટ ફાળવતા કુન્દન પટેલ નારાજ થયા છે.વાઘોડિયા -૧ પર મિશ્ર જ્ઞાતિ ના મતદારો અને લધુમતી નો બુથ હોવાથી શાંતીલાલ રબારીએ આ સીટપર લડવાનો ઈન્કાર કરતા, બે ઉમેદવારો વચ્ચે ગજગ્રાહ બંધાયો છે. પાર્ટી રસ્તો કાઢે અને ઊમેદવારોને સમજાવી શકે તો આ બેઠકો પર નુકશાન જવાની ભીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે.

દબંગ ધારાસભ્યની મનમાની ચાલી

વાઘોડિયામાં ભાજપ અને સંગઠન વચ્ચે ઘણા સમયથી ડેમેજ હતું. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ સંગઠન અને ભાજપના કાર્યકરો ફરીથી એક કરી જાેડવાના પ્રયાસો કરાયા હતા . ત્યારે સંગઠનને માંગેલા ઉમેદવારોને ભાજપાએ ટિકીટ નહી ફાળવતાં વાઘોડિયા વિધાનસભા ના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ ની દબંગગીરી કામ કરી ગઈ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે કારણકે વાઘોડિયા તાલુકા ની ૧૫ બેઠક તેમજ વડોદરા જિલ્લાની ૩ બેઠકની માંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કરી હતી જે તમામ બેઠકો મધુ શ્રીવાસ્તવ ની રાજી કરવા માટે અપાયા હોવાની અને ભાજપામાં મધુભાઈ શ્રીવાસ્તવ નો સિક્કો ચાલતો હોવાનું પુરવાર થયું છે.

નારાજ કાર્યકરો અપક્ષ ફોર્મ ભરશે

વાઘોડિયા તાલુકાના ગામોમાં કોરોના કાળ દરમિયાન પ્રજાની સુખાકારી માટે એક પણ વાર નહીં ફરકનાર મધુભાઈ શ્રીવાસ્તવ ની બદલે હિન્દુ સંગઠનો એક મંચ થઈ અઢળક રૂપિયા પ્રજા પાછળ ખર્ચ કર્યા હતા. આમ પ્રજાના સુખ-દુઃખમાં હર હંમેશ આગળ રહેનાર હિન્દુ સંગઠનોના કાર્યકરો ને ભાજપે ટિકિટ નહીં આપતા ભારોભાર કાર્યકરોમાં આક્રોશ ઊઠ્‌યો છે ત્યારે હવે સંગઠન ના કાર્યકરો ભાજપને પાઠ શીખવા માટે અપક્ષ ઉમેદવારી નોંધાવે તો ભાજપને ચોક્કસ સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા તેમજ તાલુકા પંચાયતની બેઠકો પર અસર પડશે.

વાલ્મિકી સમાજને ટિકિટ ન ફાળવાતાં હંગામો

વડોદરા જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ ત્રણ નગર પાલિકાઓની આગામી ૨૮ મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓના ઉમેદવારોની યાદી ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેમાં એકપણ બેઠક વાલ્મિકી૮ સમાજને ફાળવવામાં આવી નહોતી.આને લઈને નારાજ થયેલા જિલ્લાના વાલ્મિકી સમાજના ભાજપના કાર્યકરો મોડી સાંજે સમા-સાવલી રોડ સ્થિત ભાજપ કાર્યાલયે આવ્યા હતા.જ્યાં તેઓએ ભારે હલ્લાબોલ કરીને સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી દીધું હતું. આ કાર્યકરોને સમજાવવાનો જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ(કોયલી) દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરંતુ તેઓ ટસના મસ થયા નહોતા.જેને લઈને ઘડીભરને માટે વાતાવરણ તંગ બન્યું હતું.પરંતુ ર્પ્તમુખ સાથેના અન્ય અગ્રણીઓ દ્વારા બળાપો કાઢનાર વાલ્મિકી સમાજના કાર્યકરોને શાંત પાડ્યા હતા. તેમજ તેઓનું ધ્યાન રાખશે એવી ખાતરી ઉચ્ચારી હતી.

જિલ્લા પંચાયત ભાજપની યાદી

જિલ્લા પંચાયત બેઠક ઉમેદવારનું નામ

શિનોર જિ.પં. સુમિત્રાબેન શૈલેષભાઈ વસાવા

શિનોર જિ.પં. ભાવનાબેન વિકાસભાઈ પટેલ

વડોદરા જિ.પં. હંસાબેન રાજુભાઈ ગોહિલ

દશરથ જિ.પં. નરેન્દ્ર પરસોત્તાભાઈ રોહિત

પોર જિ.પં. અશોક રાવજીભાઈ પટેલ

રણોલી જિ.પં. જયેશ જયંતીલાલ પટેલ

સયાજીપુરા જિ.પં. મથુરભાઈ લખુભાઈ રાઠોડિયા

શેરખી જિ.પં. હર્ષાબેન હિતેન્દ્રભાઈ પરમાર

સોખડા જિ.પં. જયંતીભાઈ છોટાભાઈ પરમાર

ચોકારી જિ.પં. કૈલાસબેન ગણપતસિંહ જાદવ

ડભાસા જિ.પં. નવિનભાઈ બેચરભાઈ સોલંકી

ગણપતપુરા જિ.પં. કાંતાબેન કાનજીભાઈ પરમાર

મોભા જિ.પં. સુધાબેન કમલેશભાઈ પરમાર

મુજપુર જિ.પં. પુષ્પરાજસિંહ વિજયસિંહ પઢિયાર

વડુ જિ.પં. દેવીસિંહ પ્રતાપસિંહ પઢિયાર

ભાદરવા જિ.પં. ગાયત્રીબેન અલ્પેશભાઈ રબારી

ધનતેજ જિ.પં. મીનાબેન રણજિતસિંહ પરમાર

ગોઠડા જિ.પં. દિલીપભાઈ મોહનભાઈ ચૌહાણ

પિલોલ જિ.પં. કમલેશભાઈ મૂળજીભાઈ પટેલ

વાંકાનેર જિ.પં. મોહનસિંહ છોટાભાઈ પરમાર

ગોરજ જિ.પં. કલ્પનાબેન પુરુષોત્તમભાઈ પટેલ

જરોદ જિ.પં. રાજેન્દ્ર મનુભાઈ પટેલ

કોટંબી જિ.પં. રેશ્માબેન એસ.વસાવા

વાઘોડિયા જિ.પં. નીલેશભાઈ પુરાણી

ચાંદોદ જિ.પં. રેવાબેન કનુભાઈ વસાવા

કાયાવરોહણ જિ.પં. દીપ્તિબેન ભાસ્કરભાઈ પટેલ

સિમળીયા જિ.પં. અશ્વિનકુમાર છીતાભાઈ પટેલ

થુવાવી જિ.પં. કલ્પનાબેન અંબરિશભાઈ પટેલ