આણંદના વોર્ડ નં.૪માં માર્ગ પર ગટરના પાણી ફરી વળતાં જાણે ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ જાેવા મળી રહ્યો છે! પાલિકાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે વોર્ડ નં.૪ના મુખ્ય માર્ગ પર ગટરનાં પાણી ઊભરાતાં ચારેબાજુ ગંદકી અને બદબૂનું શાસન છે. મત મેળવવા માટે પ્રચારાર્થે આવતાં નેતાઓ પણ અહીંની આ સમસ્યાના નામે મત માગી રહ્યાં હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે. જૂઓ તો ખરાં! સત્તા પર બેસી ગયાં પછી શું આ નેતાઓને ગટરના આ ઉભરાતાં પાણી દેખાશે ખરાં?