થીરુવંતપુરમ-

દેશમાં મોદી સરકાર દ્વારા ત્રીપલ તલાકને ગેરકાનુની જાહેર કરાયા બાદ હવે કરેલ હાઇકોર્ટે એક રસપ્રદ ચુકાદામાં કહયુ હતુ કે મુસ્લિમ મહીલાને પણ અદાલત બહાર તેના પતિને તલાક માટેની આઝાદી છે. અદાલતે માટે રિવર્સ તલાક શબ્દનો ઉપયોગ કર્યો હતો. હાઇકોર્ટના ન્યાયમુર્તી એ. મોહંમદ મુસ્તકીમની ખંડપીઠે આપેલા ચુકાદામાં મુસ્લિમ પુરૂષો માટે તલાકનો જે અધીકાર છે તેને ખુલાની બરોબરી તરીકે ઓળખાવ્યો હતો અને 197ર ના એક ચુકાદાને રદ કર્યો હતો. જેમાં મુસ્લિમ મહીલાઓને તલાકનો અધીકાર અપાયો હતો. 1972 માં હાઇકોર્ટની એક સીંગલ બેંચ દ્વારા જણાવ્યુ હતુ કે મુસ્લિમ મહીલાને અદાલત બહાર તેના પતિને તલાકનો અધીકાર નથી જયારે પુરૂષોને આ પ્રકારે તલાકનો અધીકાર છે. હાઇકોર્ટની ડીવીઝન બેંચે પોતાના ચુકાદામાં જણાવ્યુ કે ન્યાયીક તલાક ઉપરાંત અન્ય ઉ5ાયમાં તલ્ખ-એ-તફવીઝ-ખુલા અને મુબારક એ પણ માર્ગ છે જે મુસ્લિમ મહીલાઓને ઉપલબ્ધ છે અને શરીયત અધિનીયમની ધારા ર માં તલાક એ તફવીઝ એક કરાર આધારીત છે અને પતિ દ્વારા જે શરતોનું ઉલ્લંઘન કરવામાં આવે તો પત્નિને તલાકનો અધીકાર મળી જાય છે. જયારે મુબારતમાં પરસ્પરની સહમતીથી પતિ પત્નિ અલગ થઇ શકે છે. અદાલતે કહયુ કે ખુલા એ પતિની સહમતી મેળવવી જરુરી નથી. જો પત્નિ મેહર પરત આપવાનો ઇન્કાર કરે તો પતિ અદાલતના દરવાજા ખટખટાવી શકે