વડોદરા : વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૨ સભ્યો માટે આગામી તા.૬ ઓગસ્ટના રોજ યોજાનારી ચૂંટણી માટે ૧૮ ઉમેદવારીપત્રો ભરાયાં હતાં. આજે ફોર્મ ચકાસણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પાંચ ઉમેદવારોનાં ફોર્મ રદ થયાં હતાં. જ્યારે મેટ્રિકયુલેસ વિભાગની અને અનુસૂચિત જાતિ વિભાગની એક બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. આમ હવે ૮ બેઠક પર ભાજપાના ૮ અને કોંગ્રેસના ૧ મળીને ૯ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૨ બેઠકોની ચૂંટણી માટે ભાજપાના ૧ર, કોંગ્રેસના ૧ અને અન્ય પાંચ મળીને ૧૮ જણાએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ અપક્ષ પાંચ ઉમેદવારોનાં ફોર્મ પર નિયમ મુજબ કોર્પોરેટરની સહી ન હોવાથી રદ કરવામાં આવ્યાં હતાં. જ્યારે ૧૩ ફોર્મ મંજૂર કરાયાં હતાં. જાે કે, ૧૨ બેઠકો પૈકી અનુસૂચિત જાતિ વિભાગની ૧ બેઠક પર એક જ ઉમેદવાર તેમજ મેટ્રિક્યુલસ વિભાગની ૩ બેઠકો પર ભાજપાના ૩ ઉમેદવારોએ જ ફોર્મ ભર્યું હોઈ આ ૪ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.

જ્યારે સામાન્ય વિભાગની ૮ બેઠકો પર ભાજપાના ૮ અને કોંગ્રેસના ૧ એમ ૯ ઉમેદવારો મેદાનમાં હોવાથી આગામી તા.૬ ઓગસ્ટના રોજ સામાન્ય વિભાગની ૮ બેઠકો માટે ચંૂટણી યોજાશે. જાે કે, સભ્યસંખ્યા જાેતાં કોંગ્રેસના ઉમેદવાર જીતે તેવી શક્યતા નહિવત્‌ છે. જાે ક્રોસ વોટિંગ થાય અને ૭ વત્તા વધુ ર મત મળે તો જ કોંગ્રેસના ઉમેદવાર જીતી શકે તેમ છે.

ભાજપાના એક ઉમેદવાર સામે કોંગ્રેસનો વાંધો ફગાવાયો

વડોદરા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર સાંઈ ઢેકાણેએ ભાજપાના એક ઉમેદવાર શિક્ષણ સમિતિમાં શિક્ષક હોવાથી તેમણે રાજીનામાનો પત્ર ઉમેદવારીપત્ર ભરતી વખતે રજૂ કર્યો ન હતો, તેમ કહીને વાંધી ઉઠાવ્યો હતો. રિપ્રેઝન્ટ એક્ટ મુજબ કોઈપણ સરકારી અધિકારી ચૂંટણીમાં ભાગ લઈ ન શકે અને ઉમેદવારી કરવી હોય તો રાજીનામું મૂકવું પડે. જાે કે, વાંધો રજૂ થયા બાદ ચૂંટણી અધિકારીએ ફોર્મ મંજૂર કરવાની પ્રક્રિયા અટકાવી ૩ વાગે નિર્ણય જાહેર કરીને કોંગ્રેસનો વાંધી ફગાવ્યો હતો અને ભાજપાના ઉમેદવારનું ફોર્મ મંજૂર કર્યું હતું. જાે કે, ભાજપાના ઉમેદવારે જણાવ્યું હતું કે તેમણે તા.રરમી જુલાઈએ રાજીનામું આપ્યું હતું અને તા.ર૩મીએ ફોર્મ ભર્યું હતું.

૮ બેઠક માટે કયા કયા ઉમેદવારો મેદાન

• કિરણ સાળુંકે • રીટાબેન માંજરાવાલા • આદિત્ય પટેલ

• સાંઈ ઢેકાણે • વિજયકુમાર પટેલ • રણજિત રાજપૂત • જિજ્ઞેશ પરીખ • નીલેશ કહાર • હિતેશ પટણી