ગાંધીનગર-

રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં શાળાઓ શરૂ થશે તેમજ 8 ધોરણ સુધી માસ પ્રમોશન આપવાના વહેતા થયેલા સમાચાર બિન અધિકૃત હોવાની સ્પષ્ટતા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ કરી છે. કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય ની શાળાઓ શરૂ કરવા આ મામલે વહેતા થયેલા અહેવાલો અંગે પૂછતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાંજ સમાચાર ના પત્ની સાથે સીધી વાતચીતમાં સ્પષ્ટ કરી હતી કે સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં શાળાઓ શરૂ કરવાના તેમજ માસ પ્રમોશન અંગેના ભેગા થયેલા તમામ સમાચાર બિન અધિકૃત છે. જો કે રાજ્ય સરકારે આ દિશામાં હજુ સુધી કોઈ જ નિર્ણય કર્યો નથી પરંતુ જ્યારે પણ શાળાઓ શરૂ કરવાનો અથવા તેને લગતા જે પણ મેળવ્યો કરવામાં આવશે તે વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરીને સમયસર નિર્ણય કરીશું અને તેની જાણ નાગરિકોને કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું ઉલ્લેખનીય છે કે ગત તા 3 નવેમ્બરે પણ આ જ રીતે શાળાઓ શરૂ થવાના અહેવાલો અંગે કચ્છના પ્રવાસે ગયેલા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી અને તે જ રીતે આજે વહેતી થયેલા સમાચાર અંગે ફરીથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી.