મુંબઇ-

જેમ્સ બોન્ડ સિરિઝની આ ૨૫મી ફિલ્મ છે અને જેમ્સ બોન્ડ તરીકે ડેનિયલ ક્રેગની આ આખરી ફિલ્મ હોવાથી તેના ચાહકો આ ફિલ્મ જાેવા માટે તલપાપડ થઇ રહ્યા છે.મજાની વાત તો એ છે કે એમ-૧૬ના એજન્ટ તરીકે જેમ્સ બોન્ડ આ ફિલ્મમાં ફાંકડું ગુજરાતી બોલીને દુશ્મનોના છક્કા છોડાવી દેશે. ડેનિયલ ક્રેગની જેમ્સ બોન્ડ તરીકે આ આખરી ફિલ્મ હોવાથી જેમ્સ બોન્ડની ફિલ્મના નિર્માતાઓએ બીઇંગ જેમ્સ બોન્ડ જર્ની નામની ૪૫ મિનિટની શોર્ટ ફિલ્મ પણ બનાવી છે. આ ફિલ્મમાં ડેનિયલ ક્રેગને જેમ્સ બોન્ડ તરીકે ચમકાવતી ફિલ્મો ક્વોન્ટમ ઓફ સોલાસ, કેસિનો રાયલ, સ્કાયફોલ, સ્પેકટ્રમ વગેરેના અંશો તથા નિર્માતાઓ બાર્બરા બ્રોકોલી અને માઇકલ જી.વિલ્સન સાથે ડેનિયલ ક્રેગે કરેલી ચર્ચાઓ પણ સામેલ કરવામાં આવી છે. જેમ્સ બોન્ડની સિલ્વર જ્યુબિલી એટલે કે પચીસમી ફિલ્મ તરીકે રજૂ થઇ રહેલી નો ટાઇમ ટુ ડાય ન ધામધૂમથી રજૂ કરવામાં નિર્માતાઓ કોઇ કસર રાખવા માગતાં નથી. આ ફિલ્મના પ્રિમિયર માટે ૧૦ મિલિયન ડોલરનું બજેટ ફાળવવામાં આવ્યું છે

આખી દુનિયામાં જેમ્સ બોન્ડની ફિલ્મોના ચાહકોનો આ માનીતો ડાયલોગ આજકાલ ગુજરાતી ભાષામાં સંભળાઇ રહ્યો છે. જેમ્સ બોન્ડની આગામી ફિલ્મ નો ટાઇમ ટુ ડાયનું ગુજરાતી ટ્રેલર હાલ સોશ્યલ મિડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. જેમ્સ બોન્ડની આ પહેલી ફિલ્મ છે જેને ગુજરાતી ભાષામાં ડબ કરીને રજૂ કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને કારણે જેને રજૂ કરવાની તારીખ વારંવાર મુલતવી રહેવા છતાં જેમ્સ બોન્ડની આ ફિલ્મ જાેવા માટે ચાહકો આતુર છે. આ ફિલ્મના નિર્માતા યુનિવર્સલ પિકચર્સે ઇંગ્લીશ અને હિન્દી ઉપરાંત આ વખતે ગુજરાતી ભાષામાં પણ આ ફિલ્મને રજૂ કરવાની જાહેરાત કરીને જેમ્સ બોન્ડના ગુજરાતી ચાહકોને ખુશ કરી દીધાં છે. રસપ્રદ બાબત તો એ છે કે જેમ્સ બોન્ડની આ ફિલ્મ અમેરિકામાં રિલિઝ થવાના એક સપ્તાહ પૂર્વે જ ભારતમાં રજૂ થઇ જશે. આ ફિલ્મને ૩૦ સપ્ટેમ્બરના રોજ ભારતમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ આમ યુકેની સાથે સાથે જ ભારતમાં રિલિઝ થશે.